BJP નેતા ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા ઉમા ભારતી (Uma Bharti)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. ઉમા ભારતીએ પોતે કોરોના (COVID-19) સંક્રમિત હોવાની જાણકારી જાતે ટ્વિટ કરીને આપી છે. કોરોનાની જાણકારી મળતાં ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજમાં પોતાને ક્વૉરન્ટિન કરી દીધા છે. નોંધનીય છે કે ઉમા ભારતી છેલ્લા કેટલાક દિવસોથી પહાડોની યાત્રા કરી રહી છે. તેઓએ હાલમાં કેદારનાથના દર્શન કરતો એક વીડિયો પણ શૅર કર્યો હતો.
બીજેપી નેતા ઉમા ભારતીએ ટ્વિટ કરીને લખ્યું છે કે હું આપને જાણકારી આપી રહી છું કે હું આજે મારી પહાડની યાત્રાને સમાપ્તિના અંતિમ દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે બોલાવ્યા કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં કોવિડની તમામ ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. તેમ છતાંય હું કોરોના પોઝિટિવ થઈ છું.