અરવલ્લીમાં અપહરણના આરોપીને ઝડપી પાડતી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબે જિલ્લામાં સગીર વયના બાળકોના અપહરણના ગુન્હાના આરોપીઓ સામે લાલ આંખ કરી આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં,
જે બાબતે મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ શ્રી એફ.એલ.રાઠોડ દ્વારા AHTU ના સ્ટાફના માણસોને બાળકોના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપતાં મોડાસા રૂરલ પોલીસ મથકે સગીર વયની બાળા ના અપહરણના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી વિજયભાઈ કનુભાઈ નાયકા ઉ.વ. ૨૨, રહે. દીપાપુર, તા. જાંબુગોડા, જિ. પંચમહાલ. હાલ રહે.
તેનપુર, તા. બાયડ, જિ. અરવલ્લી, જે આરોપી ધનસુરા ચાર રસ્તા થી માલપુર રોડ થઈ પોતાના વતન દીપાપુર જવાનો છે તેવી બાતમી મળતાં AHTU ના સ્ટાફના એચ.સી મહેશભાઈ મગનભાઈ તેમજ મહિલા કોન્સ્ટેબલ ધર્મિષ્ઠાબેન લાલજીભાઈ એ ધનસુરા ચારરસ્તા નજીક માલપુર ચોકડી પર વોચમાં રહી દોઢ વર્ષથી નાસતા ફરતા અપહરણના ગુન્હાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી આરોપીની કોવિડ-૧૯ ની મેડિકલ તપાસણી કરાવી આગળની કાર્યવાહી હાથધરી છે. દિલીપ પુરોહિત. બાયડ