અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતી પાટા પરથી ઉતરીઃ તાલિબાને 24 પ્રાંતમાં હુમલો કર્યો
કાબુલ,અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન અને સરકાર વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતી એકવાર ફરી પાટા પરથી ઉતરી ગઇ છે. આતંકવાદી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાનના 24 પ્રાંતોમાં એક સાથે હુમલો કર્યો છે. દેસના આટલા મોટા વિસ્તારમાં એક સાથે હુમલો થવાથી અફઘાનિસ્તાન સરકાર પણ ડઘાઇ ગઇ છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્ર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, તાલિબાને છેલ્લા 24 કલાકમાં દેશના 24 પ્રાંતોમાં હુમલો કર્યો છે. તાલિબાન હિંસા ફેલાવી શાંતિ પ્રક્રિયા અને અફઘાન લોકોની આકાંક્ષાની અવગણના કરી છે. આંતકીઓ દરરોજ નગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યાં છે.
તેમણે કહ્યુંકે સરકાર તાલિબાન સાથે યુદ્ધ રોકવા અને શાંતિ પ્રક્રિયામાં સામેલ થવા આહ્વાન કરે છે. પરંતુ અફઘાન સૈના દેશની સામે ઉભા થતા કોઇ પણ ભયનો મુંહતોડ જવાબ આપવા પણ તૈયાર છે. બીજી તરફ તાલિબાને આરોપ લગાવ્યો છે કે દેશમાં વિદેશી સૈન્યને રોકી રાખવા અફઘાનિસ્તાન સરકાર જાણી જોઇને હિંસાને વધારીને દુનિયા સામે રજુ કરી રહીં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાને નંગરહાર, કુનાર, લગમન, નૂરિસ્તાન, કપિસા, મૈદાન વર્દક, ગજની, લોગર, પક્તિકા, ખોસ્ત, કંધાર, જાબુલ, હેરત, ફરાહ, બાદગી, ઘોર, ફરીબ, સર-એ-પુલ, બલ્ખ, હલમંડ, કુંડુજ, બદખ્શાં અને બાલગાન પર રોકેટ લોન્ચર વડે હુમલો કર્યો છે.