LJPના અધ્યક્ષ ચિરાગે બેઠકોની ફાળવણીને લઇ અમિત શાહને પત્ર લખ્યો
પટણા, બિહારમાં વિધાનસભાની ચુંટણીની (Bihar Vidhansabha Election) જાહેરાત થઇ ચુકી છે ત્યારે બેઠકોની વહેંચણીને લઇને એનડીએમાં NDA વિવાદ વકરી રહ્યો છે બેઠકોની વહેંચણીને લઇને ભાજપના સાથી પક્ષ એલજેપીમાં LJP પણ નારાજગી જાેવા મળી રહી છે. જેના અનુસંધાનમાં એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાને અમિત શાહને (LJP’s Chirag Paswan writes a letter to Home Minister Amit Shah) પણ લખ્યો છે
છેલ્લા કેટલાક સમયથી ચિરાગ પાસવાન બેઠકોને લઇ વિરોધ કરી રહ્યાં છે જાે યોગ્ય બેઠકો ન મળી તો ૧૪૩ બેઠકો પર લડવાની તૈયારી દેખાડી છે. ચિરાગની આ નારાજગી ભાજપના ગઠબંધન એનડીએ માટે કપરા ચડાણ સમાન હશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ચિરાગે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો અને તેમાં બેઠકોની ફાળવણીને લઇને એનડીએમાં કોઇ વાતચીત શરૂ નહીં થઇ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો આ સાથે જ તેઓએ આ સંબંધમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને મોદીને પણ આ પત્રની કોપી મોકલી છે.
બિહારમાં એનડીએ સાથે મળીને ચુંટણી લડવાની શકયતાઓ પર રવિશંકર પ્રસાદે કહ્યું કે એનડીએ એક છે એનડીએ મળીને બિહારમાં ચુંટણી લડશે એલજેપીના વલણને જાેતા તેઓએ કહ્યું કે એલજેપી અમારી સાથે છે અને અમે સાથે મળીને ચુંટણી લડીશું
ચિરાગ પાસવાને છેલ્લા કેટલાક સમયથી બેઠકોની ફાળવણીને લઇ પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. તેઓએ મુખ્યમંત્રી નીતીશકુમાર પર પણ પ્રહાર કર્યા છે. એલજેપીના સાંસદોએ નીતીશકુમારના કામનો વિરોધ કર્યો છે કોરોના પલાયન અને પુરના મુદ્દે તેમને ઘેર્યા છે.
આ અગાઉ પાસવાનની અધ્યક્ષતામિાં સાત સપ્ટેમ્બરે એલજેપી સંસદીય બોર્ડની બેઠક થઇ હતી અને તેમાં ૧૪૩ બેઠક પર જેડીયુની વિરૂધ્ધ ઉમેદવાર ઉતારવાની જાહેરાત થઇ હતી પણ પાર્ટીએ અધ્યક્ષ ચિરાગ પાસવાનને અંતિમ નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા છે.
દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું હતું કે બેઠકોને લઇને હજુ સુધી કોઇ વાત થઇ નથી તેઓએ કહ્યું કે રામ વિલાસ પાસવાન સાથે અમારા સારા સંબંધો છે ચુંટણીની જાહેરાત થઇ છે હવે વાત થશે ચિરાગ પાસવાનની નારાજગીને લઇને તેઓએ કહ્યું કે ભાજપના પૂર્વ સાથી રહેલા દળો પર કંઇ કહેવું નથી ભાજપ આ મુદ્દે પોતે નિર્ણય લેશે