ભરૂચમાં વરસાદી પાણીના કારણે ઠેર ઠેર માટી બેસી જતા વાહનો ફસાયા
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ શહેર અને જીલ્લા માં જીયુડીસી દ્વારા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ની કામગીરી કર્યા બાદ માટી પુરાણ માં વેઠ ઉતારવામાં આવતાં વરસાદી પાણી ના કારણે શહેર ના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર ભૂવા પડતા વાહનચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર માં ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી કરવામાં આવી હતી.
ત્યાર બાદ ભૂગર્ભ ગટર યોજના માટે કરવામાં આવેલ ખોદકામ બાદ માટી પુરાણ માં વેઠ ઉતારવામાં આવતા આજે ભરૂચ શહેર માં મુશળધાર વરસાદ ના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે માટી બેસી જવાથી ઠેર ઠેર ભૂવા પડ્યા છે ત્યારે ભરૂચ ના કસક વિસ્તાર થી મક્તમપુર સુધી ના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર માટી બેસી જવાના કારણે ભૂવા પડવાથી અનેક વાહનો ફસાઈ જવાની ઘટના બની રહી છે
ત્યારે એક ફોર વહીલ ટેમ્પો ફસાઈ જતા ટેમ્પો ચાલકે પોતાના ટેમ્પા માં રહેલો માલ સામાન બહાર કાઢી પાંચ થી સાત કલાક ની જહેમત બાદ પોતાના ટેમ્પા ને બહાર કાઢ્યો હતો.ત્યારે ભૂવા પડેલા સ્થળે વરસાદી પાણી ભરાઈ રહે અને કોઈ વાહન ચાલક પાણી માંથી પસાર થાય અને ખાડા માં ખાબકી જાય અથવા રાહદારી અકસ્માત નો ભોગ બને તો જવાબદાર કોણ?ત્યારે ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર પડેલા ભૂવા ઉપર તંત્ર દ્વારા પિચિંગ વર્ક કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.*