Western Times News

Gujarati News

ઈમરાન હાશ્મીની ફિલ્મ “હરામી”નું દમદાર ટ્રેલર લોન્ચ

મુંબઈ: બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મીની (Imran Hashmi Bollywood Actor) એક ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે અને આ ફિલ્મનું નામ છે ‘હરામી’. આ ફિલ્મ મુંબઇના અનાથ બાળકો પર આધારિત છે જેઓ અનાથાશ્રમમાં નંબરથી જાણીતા છે અને તેઓ રોજિંદાજીવનમાં લોકોના ખિસ્સા કાપીને જીવન જીવે છે. ઇમરાન હાશ્મી ફિલ્મમાં આ બાળકોનો બોસ છે જે હંમેશા અંગ્રેજીમાં વાત કરે છે.

ફિલ્મની વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે આમાંથી એક બાળક એક મધ્યમ વર્ગના પરિવારના માણસ પાસેથી પૈસા ચોરી લે છે અને તે માણસ ટ્રેનની સામે કૂદકો મારીને મરી જાય છે. પછી તે છોકરો માણસના ઘરે જાય છે અને તે માણસની છોકરી સાથે પ્રેમમાં પડે છે. તે પછી, છોકરો તે પરિવારની મદદ કરવાનું નક્કી કરે છે. ફિલ્મ ‘હરામી’ નું દિગ્દર્શન શ્યામ મદિરાજુએ કર્યું છે. (Director of Film Harami Shyam)

ફિલ્મનું પ્રીમિયર બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૦ માં થશે. (Film Premier Busan International Film Festival) ૨૧ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર દરમિયાન બુસાન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી ઉપરાંત રિઝવાન શેખ, ધનશ્રી પાટીલ, હર્ષ રાજેન્દ્ર રાણે, આશુતોષ ગાયકવાડ, મછિન્દ્ર ગાડકર, સાર્થક દુસાને, મનીષ મિશ્રા, યશ કાંબલે, આદિત્ય ભગત દિક્ષા નિશા અને આદિલ ખાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.