માઝુમ નદીના કિનારે ઝાડ નીચે જુગારની હારજીતની બાજી લગાવી બેઠેલ ૬ શકુનિઓને દબોચતી મોડાસા ટાઉન પોલીસે
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી અસામાજીક પ્રવૃતિઓ પર જીલ્લા પોલીસતંત્રે કમરકસી છે મોડાસા શહેર સહીત જીલ્લામાં જુગાર,વરલી-મટકા અને દારૂની બદીમાં અનેક પરિવારો બરબાદીના ગર્તામાં ધકેલાઈ ગયા છે મોડાસા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી
ત્યારે રાણાસૈયદ ત્રણ રસ્તા પાસે માઝુમ નદીના કોતરમાં ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરતા હારજીતની બાજી લગાવી બેઠેલા જુગારીઓમાં દોડધામ મચી હતી ટાઉન પોલીસે ૫ હજારથી વધુની રોકડ જપ્ત કરી ૬ શકુનિઓને ઝડપી લીધા હતા બે જુગારીઓ પોલીસને થાપ આપી ફરાર થઈ જતા મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસાના રાણાસૈયદ વિસ્તાર નજીક પસાર થતી માઝુમ નદીની કોતરોમા અનેક અનૈતિક પ્રવૃતિઓ ધમધમી રહી છે રાણાસૈયદ ત્રણ રસ્તા નજીક પસાર થતી માઝુમ નદીના ઝાડી-ઝાંખરામાં ખુલ્લેઆમ જુગાર અને વરલી-મટકા અને નશાનો વેપાર થતા સાંજ પડતાની સાથે લોકોની આ વિસ્તારમાં ભારે અવર-જ્વર જોવા મળતી હોય છે
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી આઈ વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે હારજીતનો જુગાર રમતા ૧)સમીર ઉર્ફે ચાંદી મન્સુર ભાઈ મલેક,૨)મકસુદ ઉર્ફે મકસુદા જુલ્ફીકાર મનવા,૩)આબીદહુસેન રજ્જાક ભાઈ કાજી,૪)સહાદતહુસેન કાસમભાઈ દાદુ,
૫)આરીફ મસાકભાઈ શેખ,૬)જાવેદહુસેન ઉર્ફે લાલાજી મુસ્તુફાભાઈ સુથાર ને ઝડપી પાડી હારજીતની બાજીમાં લગાવેલ રોકડ રકમ રૂ.૫૦૫૦/- જપ્ત કરી જુગારરેડ જોઈ ફરાર ૧)રફીક બુલા અને ૨)બાબુ ઉર્ફે બબુ પઠાણ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા