પ્રાંતિજ મા રખડતી ગાયો નો ત્રાસ વધ્યો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયો નો ત્રાસ વધ્યો છે તો રખડતી ગાયો ને લઈને રોજ બરોજ ના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિદ્રા માં હોય તેવું હાલતો લાગી રહ્યુ છે.
પ્રાંતિજ ખાતે છેલ્લાં એક મહિનાથી ભાખરીયા બસ સ્ટેશન , શાકમાર્કેટ , ત્રણ રસ્તા , એપ્રોચરોડ , બજારચોક વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડ ની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવી ને બેસે છે તો કેટલીક વાળતો એકબીજા સાથે બાખડતા વાહનો ઉપર જઇ પડે છે તો વાહન ચાલકો ને મોટી નુકાશાની વેઠવાનો વારો આવે છે તો કેટલીકવાર તો રોડ ઉપર થી પ્રસાર થતાં અચાનક ગાય કુદી આવતાં વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકો ને શરીરે ઇજાઓ પોહચે છે તો અવર નવર પાલિકા માં રજુઆતો છતાં પ્રાંતિજ પાલિકા ની ઉગ ઉગતી નથી
જેથી હાલતો જાણે પાલિકા કુંભકર્ણ નિદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિક ની પણ સમસ્યા મા વધારો થાય છે તો નગરજનો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા પ્રાંતિજ નગરપાલિકા ને કાંઈજ ફરક પડ્યો નથી તો બીજીબાજુ કોઇ જાનહાની થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલતો લાગી રહ્યું છે .પ્રાંતિજ .