ખેડવા ડેમમાં મગર દેખાતા તંત્ર દ્વારા લોકજાગૃતિ વગેરે જરૂરી કાર્યવાહી કરાઈ
ખેડબ્રહ્મા તાલુકામાં લીલાવંટા ગામ પાસે આવેલ કોસંબી નદી પર આવેલ ખેડવા ડેમમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ પહેલા મગરે દેખા દેતા લોકો માં ચિંતા વ્યાપી ગઇ હતી. પ્રથમ લોકો દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરતા સિંચાઇ વિભાગે મામલતદારશ્રી ને જાણ કરેલ અને મામલતદારશ્રીએ ખેડબ્રહ્મા વનવિભાગ નોર્મલ ને જાણ કરતા આર. એફ. ઓ. જે.પી. ચાવડા સાહેબ સ્ટાફના માણસો સાથે ડેમ પર જઈ તપાસ કરતા સદર માહિતી સાચી હોઈ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું અને આસપાસના બોરડી, વાલરણ, લીલાવંટા તથા નવાનાના વિગેરે ગામના ગ્રામજનોને ડેમના પાણીમાં નહાવા, માછીમારી કરવા કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે ડેમ પાસે ન જવાનું જણાવ્યુંં હતું ડેમના કિનારે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા અને વનવિભાગ દ્વારા ડેમ ફરતે પેટ્રોલિંગ પણ ચાલુ કરવામાં આવ્યુ. લોકોને કહેવામાં આવ્યું કે “તમે તમારી જાતને મગરથી સાચવો અને સાથેસાથે તમો પણ મગરને સાચવો.”