સેનાએ 6 વર્ષમાં 960 કરોડનો ખરાબ દારૂગોળો ખરીદ્યો
નવી દિલ્હી, ભારતીય સેના જ્યારે ચીનની સાથે સરહદે સંઘર્ષની સ્થિતીમાં છે, ત્યારે સેનામાં આવેલી ઇન્ટર્નલ રિપોર્ટે ઘણા સવાલ ઉભા કર્યા છે, છેલ્લા 6 વર્ષમાં સરકારી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી જેટલા રૂપિયામાં ખરાબ ગોળા બારૂદ ખરીદ્યા છે. તેટલામાં સેનાને લગભગ 100 ઓર્ડિનરી ગન મળી શકતી હતી, આ દાવો સેના અંગે આવેલી એક રિપોર્ટમાં કરવામાં આવી છે, જેને સંરક્ષણ મંત્રાલયને આપવામાં આવી છે.
વર્ષ 2014થી 2020 વચ્ચે જે ખરાબ ક્વોલિટીનાં ગોળાબારૂદ ખરીદવામાં આવ્યા છે, તેની કિંમત લગભગ 960 કરોડ રૂપિયા સુંધી પહોંચી છે. આટલી કિંમતમાં 150-MMની મિડિયમ આર્ટિલરી ગન સેનાને મળી શક્તી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું સંચાલન સંરક્ષણ મંત્રાલયનાં હેઠળ થાય છે, અને તે દુનિયાની સૌથી જુની સરકારી ઓર્ડિનન્સ પ્રોડક્સન યુનિટ પૈકીની એક છે, તેના અંતર્ગત સેના માટે દારૂગોળા બનાવવામાં આવે છે, જેની સેનાએ ટીકા કરી છે.
જે પ્રોડક્ટમાં ઉણપ જણાઇ છે, તેમાં 23-MMનાં એર ડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ, 25 MM નાં ટેન્ક રાઉન્ડ સહિતની અલગ-અલગ કેલિબરની ગુલેટ્સનો સમાવેશ થાય છે. સેનાનાં રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ ખરાબ ગુણવત્તાનાં દારૂગોળાનાં કારણે ફક્ત આ આર્થિક નુકસાન જ થયું નથી, પરંતું ઘણી દુર્ઘટનાઓમાં જાનમાલનું પણ નુકસાન થયું છે, આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખરાબ ક્વોલિટીનાં કારણે જે એક સપ્તાહમાં સરેરાસ એક દુર્ઘટના થઇ છે.