ભારતની ‘ફેલુદા’ કોરોના ટેસ્ટ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક
નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારતની સીઆરઆઈએસપીઆર ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ (CRISPR Feluda COVID-19 Testing)આરટી પીસીઆરની (RT-PCR)સરખામણીમાં સસ્તી, ત્વરિત અને આસાન છે. ‘ફેલુદા’નું નામ સત્યજીત રેના પ્રખ્યાત જાસુસ પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે.
આ પરીક્ષણની કિંમત 500 રૂપિયા છે અને 45 મિનિટમાં તેના પરિણામ આવી જાય છે. સીએસઆઈઆર-જિનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થાન (IGIB) અને ટાટા સમૂહે (Tata Group)વિકસિત કરી છે.
ભારતીય ઔષધી મહાનિયંત્રકે (DCGI) તેની વ્યયસાયિક શરૂઆતને મંજૂરી આપી દીધી છે. સીએસઆઈઆર-આઈજીઆઈબી
(CSIR-IGIB)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પરીક્ષણ વિકસિત કરનારી ટીમમાં સામેલ દેબોજ્યોતિ ચક્રવર્તીએ જણાવ્યું કે આ ગર્ભાવસ્થા પરીક્ષણની જેમ છે અને આ માટે કોઈ મોંઘા મશીનની જરૂર નથી.