લોકો માસ્ક ન પહેરે તો : રૂ.રપ દંડ લઈ માસ્ક આપો : રૂ.૧૦૦૦નો દંડ વધારે છે
નાગરિકો પાસે કોરોનાને કારણે ધંધા-પાણી નહી હોવાથી આવક ઓછી છે ત્યારે વ્યવહારૂ સૂચન કરતા ભા.જ.પ.ના આગેવાન
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં માસ્ક નહિ પહેરવાના તથા સોશિયલ ડીસ્ટન્સીંગ નહી જાળવવાના કારણે કોરોના સંક્રમણના કેસો વધતા કોર્પોરેશન ધ્વારા ખાણીપીણીના બજારો રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી બંધ કરાવવાનો નિર્ણય કરાયો છે. લોકોમાં જાગૃતિનો અભાવ દેખાય છે.
રાજય સરકાર અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “દો ગજ કી દૂરી- માસ્ક જરૂરી” એમ કહેવામાં આવે છે. માસ્ક ન હોય તો રૂમાલ બાંધો તેમ અપિલ વારંવાર કરવા છતાં લોકો સમજતા જ નથી.
રાજય સરકારે “માસ્ક નહિ પહેરવા બદલ રૂ.૧૦૦૦નો દંડ રાખ્યો છે તેમ છતાં આપણે જાેઈ શકીએ છીએ કે લોકો દંડ ભરે છે પરંતુ માસ્ક પહેરતા નથી તો એવા કેટલાયે લોકો છે કે જે પોલીસ જાેડે બાખડી પડે છે. છેવટે પોલીસ તેમને જવા દે છે.
કારણ કે હાલમાં બજારની સ્થિતિ ખરાબ છે લોકો જાેડે રૂ.૧૦૦-ર૦૦ માંડ નીકળતા હોય છે તેવામાં રૂ.૧૦૦૦ જેટલો તોતીંગ દંડ કઈ રીતે ભરી શકે ?? આ અંગે સકારાત્મક વિચાર આપતા પૂર્વ કોર્પોરેટર અને ભા.જ.પ.ના વરિષ્ઠ અગ્રણી જવાહર ભાટિયાએ જણાવ્યુ હતુ કે ખરેખર તો દરેક ચાર રસ્તા પર પોલીસને માસ્ક આપી દેવા જાેઈએ જે વ્યક્તિએ માસ્ક ના પહેર્યુ હોય
તેની પાસેથી દંડનાત્મક રૂ.રપ લઈને માસ્ક આપવુ જાેઈએ. સામાન્ય રીતે રૂા.૧૦૦૦નો દંડ મોટો છે જે ભરવો આમ જનતાને પોષાય તેમ નથી ત્યારે જાે આ પ્રકારે રપ રૂ. દંડના લઈને તેમને “માસ્ક” અપાય તો પહેરશે. આમ તો “માસ્ક” રૂ.૧૦નું આવતુ હોય છે
પરંતુ દંડ પેટે રૂ.૧પ વધારાના જતા હોવાથી તે માસ્ક પહેરવા પ્રેરાશે તેવી જ રીતે ખાણીપીણી બજારના દુકાનદારો લારીઓાવાળા પોતે માણસ રાખીને આવનાર ગ્રાહકોને માસ્ક સોશિયલ ડીસ્ટન્સની સૂચના આપે અને ના માને તો પોલીસ અગર કોર્પોરેશનના અધિકારીઓને બોલાવવાની ચેતવણી આપે તો તેનો અમલ થઈ શકે તેમ છે
પરંતુ ગ્રાહકોને ખાણીપીણી બજારના માલિકો બોલતા નહી હોવાથી વધુ “લોલમલોલ” ચાલતુ હતુ પરંતુ કોર્પોરેશનની નજરમાં આવતા અને સંક્રમણ વધતા આ નિર્ણય લેવો પડયો હતો.