બાબરી કેસમાં જેલ જવાનું મંજુર પરંતુ જમીન લઇશ નહીંઃ ઉમા ભારતી
નવીદિલ્હી, અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુકયુ છે અનેક પિલર્સ પણ ઉભા થઇ ચુકયા છે જાે કે બાબરી વિધ્વંસ મામલામાં નિર્ણય આવવાનો હજુ બાકી છે. બાબરી વિધ્વંસ મામલામાં સુનાવણી કરી રહેલ સીબીઆઇની એક વિશેષ અદાલત ૩૦ સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સંભાળવશે સીબીઆઇના વિશેષ જજ એસ કે યાદવે તમામ આરોપીઓને નિર્ણયના એક દિવસ પહેલા હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે.
મામલામાં ૩૨ આરોપીઓમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી એલ કે અડવાણી, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જાેશી કલ્યાણસિંહ વિનય કટિયાર અને ઉમા ભારતી મુખ્ય રીતે સામેલ છે પરંતુ આ પહેલા જ ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે તેમણે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન ઉમા ભારતીએ ભાજપના અધ્યક્ષ જે પી.નડ્ડાને પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું કે તે આ મામલામાં જેલ જવા તૈયાર છે પરંતુ જામીન લેશે નહીં.
ઉમા ભારતીએ નડ્ડાને લખેલ પત્રમાં ૩૦ સપ્ટેમ્બરે લખનૌની સીબીઆઇની વિશેષ અદાલતમાં નિર્ણય સંભળવવા માટે મારે હાજર થવાનું છે હું કાનુનને વેદ અદાલતને મંદિર અને જજને ભગવાનના રૂપમાં માનુ છું આથી અદાલતનો દરેક નિર્ણય મારા માટે ભગવાનનો આશીર્વાદ હશે.
ઉમા ભારતીએ કહ્યું કે મને અયોધ્યા આંદોલનમાં ભાગીદારી પર ગર્વ છે મેં તો હંમેશા કહ્યું છે કે અયોધ્યા માટે તો ફાંસી પણ મંજુર છે. હું જાણતી નથી કે નિર્ણય શું હશે પરંતુ હું અયોધ્યા પર જામીન લઇશનહીં. જમાન લેવાથી આંદોલનમાં ભાગીદારીની ગરિમા કલંકિત થશે આવી સ્થિતિમાં તમે મને નવી ટીમમાં રાખી શકો છો કે નહી તેના પર વિચાર કરી લેજાે આ ગર્વ આનંદ અને આશ્ચર્યપૂર્ણ વિસંગતિનો વિષય છે કે જે અયોધ્યા મામલામાં ૨૦૧૭માં સીબીઆઇએ મને કાવતરાખોર થવા પર શંકા વ્યકત કરી તેજ શિલાન્યાસ વડાપ્રધાને ૫ ઓગષ્ટ ૨૦૨૦ને કર્યો માનવીય અદાલત પર જે નિર્ણય આપશે તે મારા માથા પર હશે.
ઉમા ભારતીએ આગળ લખ્યું કે મને તમે ૩૦ વર્ષથી જાણો છો વિચાર નિષ્ઠા અને પરિષ્ઠ જ મારી રાજનીતિનો આધાર છે હું રામ મંદિર માટે પણ લડીશ અને રામ રાજય માટે પણ લડીશ મેં હિન્દુત્વને સર્વ સમાવેશી બનાવવામાં કોઇ કસર છોડી નથી આથી દલિત આદિવાસી તમામ વર્ગોના ગરીબ અને વિશેષકર પછાત વર્ગ ભાજપથી જાેડાઇ જશે અને જાેડાયેલા રહ્યાં તેમાં મેં કોઇ કસર છોડી નથી.
ભાજપ નેતાએ લખ્યુ છે કે પાર્ટીએ મને કાઢી મુકી હતી ત્યારે પણ મેં રાષ્ટ્રવાદ અને આ વર્ગોી ચિંતા છોડી ન હતી રામ ગંગા તિરંગા અને વંચિત વર્ગ માટે મારો જીવ હાજર છે રામ મંદિર બની ગયું પરંતુ રામરાજય હજુ બાકી છે મારી સામે ખુબ લાંબી જીંદગી બાકી છે જે હું રામ રાજયમાં માટે લાગાવીશ.
આખરમાં તેમણે લખ્યું આથી હું તમને વિવેક પર છોડુ છું કે તમે મને પદાધિકારીઓની ટીમમાં લેવા માંગો છો કે નહીં મારા માટે તો ભગવાનની કૃપા અને સર્વજન સમાજનો સાથ મારી શક્તિ છે તમે મારી બાબતમાં આંખ બંધ કરી નિર્ણય લઇ શકો છે હું તો ભાજપની રિઝર્વ ફોર્સ છું જરૂરત પડવા પર હંમેશા કામ આવીશ.HS