હરિયાણાની ખટ્ટર સરકાર બીજા રાજયોના કિસાનોના પાક ખરીદશે નહીં
ચંડીગઢ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટારની એક વીડિયો સોશલ મીડિયા પર શેર થઇ રહી છે જેમાં તેમણે કહ્યું કે હરિયાણા સરકારે અહીંના કિસાનોની ચિંતા કરશે અને તેને બીજા રાજયોની ચિંતા કરવાની જરૂરત નથી ખટ્ટરે કહ્યું કે આ મહીનાની શરૂઆતમાં એ વાતો કહી હતી તેમણે બીજા રાજયોથી પાક ખરીદવાનો ઇન્કાર કરી દીધો છે. તેમનું આ નિવેદન કેન્દ્રની મોદી સરકાર દ્વારા લવવામાં આવેલ ત્રણ નવા કિસાન કાનુનોની બિલકુલ ઉલટ છે જેમાં સરકારનું કહેવુ છે કે કિસાનોને પોતાની મરજીથી બજારમાં પોતાની મંડીની કીમત પર પાક વેચવાની અબાધ સ્વતંત્રતા મળશે ખટ્ટરે કિસાન કાનુનોની પ્રશંસા કરતા ૧૭ સપ્ટેમ્બરે આ વાત કહી હતી.
ખટ્ટરે કહ્યું હતું કે અમે અમે સુનિશ્ચિત કરીશું કે હરિયાણાના કિસાનોની મકાઇ અને બાજરીની પાક પુરી રીતે ખરીદી લેવામાં આવશે અમે એવું થવા દઇશું નહીં કે બીજા કિસાનોની આ ઉપજ અમારા રાજયમાં વેચી નફો કમાય અમે અમારા રાજયોના કિસાનોની ચિંતા કરવીની છે અમે બીજા રાજયોની ચિંતા કરવાની જરૂરત નથી.
તેમણે કોંગ્રેસ પર મુદ્દાની રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો વિરોધ પક્ષો આ કિસાન કાનુનનો વિરોધ કરી રહ્યાં છે અને તેમનો મુખ્ય વાંધો તેને ગૃહમાં પાસ કરાવવાની પધ્ધતિ પર છે તેમણે આરોપ લગાવ્યો કે આ વિધેયક નિયમોને તોડતા ધ્વનિ મતથી પસાર કરી દીધો હતો મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે કોંગ્રેસ શાસિત રાજય જેવા પંજાબ અને હરિયાણા મકાઇ અને બાજરીની પાક એમએસપી પર ખરીદશે નહીં જેથી આ રાજયોના કિસાન પોતાની ઉપજ હરિયાણામાં વેચવા મજબુર થઇ રહ્યાં છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ તેના પર રાજનીતિ કરી રહી છે પરંતુ મારો તેમને એક સવાલ છે પંજાબ અને રાજસ્થાનમાં તેમની ખુદની સરકારો મકાઇ અને બાજરી માટે કેમ આમ કરી રહી નથી અમે બીજા રાજયોથી મકાઇ અને બાજરી ખરીદીશું નહીં કારણ કે તેનાથી અમને નુકસાન થાય છે આ હરિયાણાના કિસાનોનો હિસ્સો છે. ૫૦ કિસાનોને હરિયાણા સીમા પર રોકી દેવામાં આવ્યા હતાં.HS