આર્મીનિયા અજબરબૈજાનની જંગમાં ૮૦ લોકોના મોત
આર્મીનિયા અને અજરબૈજાનમાં વધતી જંગથી રશિયા અને તુર્કીના તેમાં કુદવાનો ખતરો પેદા થઇ ગયો
યેરેવાન, કાકેકસ વિસ્તારના બે દેશો આર્મીનિયા અને અજરબૈજાન વચ્ચે વિવાદિત ક્ષેત્રક્ષ નાગોરનો કારાબાખને લઇ શરૂ થયેલ ભીષણ યુધ્ધ બીજા દિવસે જારી રહ્યું બંન્ને જ દેશોએ એક બીજા પર ટેંકો તોપો અને હેલિકોપ્ટરથી ઘાતક હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે કહેવાય છે કે આ જંગમાં અત્યાર સુધી ૮૦થી વધુ લોકોના મોત નિપજયા છે અને સૈંકડો લોકો ઘાયલ થયા છે જેમ જેમ આ જંગ તેજ થતી રહી છે તેમ તેમ રશિયા અને નાટો દેશના તુર્કીના તેમાં કુદવાનો ખતરો છવાઇ ગયો છે.
અજબૈજાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે આર્મીનિયાઇ દળોએ સવારે ટાકટાર શહેર પર ગોળીબાર શરૂ કરી દીધા જયારે આર્મીનિયાના અધિકારીઓએ કહ્યું કે લડાઇ રાતભર જારી રહી અને અજરબૈજાને સવારના સમયે ઘાતક હુમલા શરૂ કરી દીધા બંન્ને જ તરફથી ટેકો તોપો ડ્રોન અને ફાઇટર જેટથી હુમલા કરવામાં આવ્યા અજરબૈજાનના રક્ષા મંત્રાલયે ઇટરફેકસ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે લડાઇમાં આર્મીનિયાની ૫૫૦થી વધુ સૈનિકો માર્યા ગયા છે.આ દરમિયાન આર્મીનિયાના અધિકારીઓએ તે દાવાનો ફગાવી દીધા આર્મીનિયાએ એ દાવો પણ કર્યો કે અજબૈજાનના ચાર હેલીકોપ્ટરોને તોડી પાડવામાં આવ્યા છે જે વિસ્તારમાં આજે સવારે લડાઇ શરૂ થઇ તે અજબૈજાન હેઠળ આવે છે પરંતુ અહીં પર ૧૯૯૪માં જ આર્મીનિયા દ્વારા સમર્થિત દળોનો કબજાે છે આ સંકટને જાેતા અજરબૈજાનના કેટલાક ક્ષેત્રોમાં માર્શલ લો લગાવવામાં આવ્યા છે તથા કેટલાક મુખ્ય શહેરોમાં કરફયુના આદેશ પણ આપવામાં આવ્યા છે.
આ દરમિયાન આર્મીનિયા અને અજરબૈજાનમાં વધતી જંગથી રશિયા અને તુર્કીના તેમાં કુદવાનો ખતરો પેદા થઇ ગયો છે રશિયા જયાં આર્મિનિયાને સમર્થન આપે છે જયાં અજરબૈજાનની સાથે નાટો દેશ તુર્કી અને ઇઝરાયેલ છે. ન્યુયોર્ક ટાઇન્સના રિપોર્ટ અનુસાર આર્મનિયા અને રશિયામાં રક્ષી સંધિ છે અને જાે અજબૈજાનનો આ હુમલો આર્મેનિયાની જમીન પર થાય છે તો રશિયાને મોરચો સંભાળવા માટે આવવું પડી શકે છે બીજુબાજુ આર્મેનિયાએ કહ્યું કે તેમની જમીન પર પણ કેટલાક હુમલા થયા છે.
બીજુબાજુ અજરબૈેજાનની સાથે તુર્કી ઉભુ છે તુર્કીએ એક નિવેદન જારી કરી રહ્યું છે કે અમે સમજીએ છીએ કે આ સંકટનો શાંતિપૂર્ણ સમાધાન થશે પરંતુ હજુ સુધી આર્મિનાઇ પક્ષ માટે ઇચ્છુક નજર પડી રહ્યાં નથી તુર્કીએ કહ્યું કે અમે આર્મિનીયા કે કોઇ અન્ય દેશની આક્રમકકાર્યવાહીની વિરૂધ્ધ અજરબૈજાનની જનતાની સાથે આગળ પણ ઉભી રહેશે માનવામાં આવી રહ્યું છે કે તુર્કીનો ઇશારો રશિયા તરફ હતો.
એ યાદ રહે કે રશિયા અને તુર્કીમાં પહેલા જ લિબિયા અને સીરિયાના ગૃહયુધ્ધમાં તલવારો ખેંચાઇ છે.ત્યારબાદ બંન્ને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ બનેલ છે તુર્કીએ અમેરિકાને નાખુશ કરતા રશિયાથી એસ ૪૦૦ મિસાઇલ ડિફેંસ સિસ્ટમ ખરીદી છે. બીજીબાજુ તુર્કીમાં બનેલ હુમલાખોર ડ્રોન વિમાન નાદોરનો કારબાખમાં આર્મેનિયાઇ ટેકોનો શિકાર કરી રહ્યાં છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે રશિયા તેને સહન કરી કરશે નહીં અને સખ્ત પગલા ઉઠાવી શકે છે.HS