બિહારના એક વધુ બોલીવુડ એકટરનું મુંબઇમાં મોત
મુઝફફરપુર, બિહારના મુઝફફરપુરના રહેવાસી નવોદિત કલાકારનું મુંબઇમાં શંકાસ્પદ મોત થયું છે. મૃતકનું નામ અક્ષત ઉત્કર્ષ છેં જે મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેં છે અક્ષત બોલિવુડનો નવોદિત કલાકાર હતો તે મૂળ રૂપથી મુઝફફરપુરના સિકંદરપુરનો રહેવાસી હતો મૃતકના પરિવાજનોએ અક્ષત ઉત્કર્ષના શંકાસ્પદ મોત બાદ હત્યાનો આરોપ લગાવ્યો છે.
રવિવારે રાત્રે ૯ વાગે અક્ષતની તેના પિતા સાથે વાત થઇ હતી જે બાદ મોડી રાત્રે તેના મોતના સમાચાર મળ્યા હતાં આ સાથે જ અક્ષતના મામાએ મુંબઇ પોલીસ પર સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો છે અક્ષતના પિતાએ તેની સાથે ૮.૪૫ વાગે વાત કરી હતી જયારે મોડી રાત્રે ૧૧.૩૦ વાગે સ્નેહા ચૌહાણે અક્ષતના ભાઇને બેંગ્લુરૂમાં ફોન કરીને અક્ષતના મોતની માહિતી આપી હતી મોતની સુચના મળતા જ અક્ષતના પરિવારજનો આઘાતમાં સરી ગયા હતાં ૨૯ સપ્ટેમ્બરના રોજ અક્ષતના મામા રંજુ સિંહ અને કાકા વિક્રાંત કિશોર ડેડ બોડી લેવા મુંબઇ આવ્યા હતાં.પિતા સાથે વાત કરતા તેણે કહ્યું કે તે ભોજપુરી ફિલ્મમાં તેની કિસ્મત અજમાવી રહ્યો છે તે લખનૌથી એમબીએ થયેલો છે ગત બે વર્ષથી તે મુંબઇમાં છે અને તેના કાકાનું કહેવુ છે કે સ્નેહા ચૌહાણ અને અક્ષત વચ્ચે ઘણી જ ધનિષ્ટતા હતી પરિવારનો આરોપ છે કે પોલીસ સહયોગ આપી રહી નથી.HS