ચીન સાથે ન યુધ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ: વાયુસેનાના પ્રમુખ
નવીદિલ્હી, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલી વિવાદ પર કહ્યું કે આપણી પરિસ્થિતિ હાલમાં અસહજ અને ન યુધ્ધ ન શાંતિ જેવી પરિસ્થિતિ છે
એક સંમેલનને સંબોધતા એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું કે વાયુસેનાએ સ્થિતિ પર ત્વરિત પ્રતિક્રિયા આપી છે અને તે ક્ષેત્રમાં કોઇ પણ દુસ્સાહસનો જવાબ આપવા માટે દ્ઢ સંકલ્પિત છે.
વાયુસેનાના પ્રમુખે કહ્યું કે આપણી ઉત્તરી સરહદ પર વર્તમાન પરિસ્થિતિ ન યુધ્ધ ન શાંતિ છે. જેવું તમને બંધાને જાણ છે આપણા સુરક્ષા દળો કોઇ પણ પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
તેમણેવધુમાં કહ્યું કે પૂર્વમાં હાંસલ કરવામાં આવેલા સી ૧૭ ગ્લોબમાસ્ટર ચિનુક અને અપાચે હેલિકોપ્ટર સાથે હાલમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ રાફેલ ફાઇટર વિમાનોથી વાયુસેનાની રણનીતિક ક્ષમતામાં વધારો થયો છે.
ભારતીય એરોસ્પેસ ઉદ્યોગથી જાેડાયેલ એક સંમેલનમાં તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઇ પણ સંધર્ષમાં વાયુશક્તિ આપણી જીતમાં મહત્વની સાબિત થશે તેથી જરૂરી છે કે આપણે આપણા દુશ્મનો વિરૂધ્ધ ટેકનિકલ શક્તિ હાંસલ કરીએ છે તે જાળવી રાખીએ.
ફ્રાંસમાં નિર્મિત પાંચ રાફેલ લડાકુ વિમાન ૧૦મી સપ્ટેમ્બરે સત્તાવાર રીત ે ભારતીય વાયુસેનામાં સામેલ થયા છે અને તે લદ્દાખ ઉડાન ભરી રહ્યાં છે વાયુસેના પ્રમુખે કહ્યું કે હલકા વજનના લડાકુ વિમાન તેજસની બે સ્કવોડ્રન અને સુખોઇ ૩૦ એમકેઆઇ વિમાનમાં અમુક સ્વદેશી હથિયારોને ખુબ ઓછો સમયમાં લગાવી દેવાએ ભારતની સ્વદેશી સૈન્ય ઉપકરણ બનાવવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે.HS