Western Times News

Gujarati News

દસકોઈ તાલુકાનાં દેત્રોજ અને વાંચ ગામે  રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી

પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૧૮ માં શરુ કરાયેલ પોષણ અભિયાન એક હિતકારી યોજના છે. જેનો હેતુ બાળકો અને સ્ત્રીઓમાં રહેલ કુપોષણને દૂર કરવા અને દરેકને આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત સ્વરૂપે મળે તે માટે જનભાગીદારી થકી દેશમાથી કુપોષણને દૂર કરવાનો છે. આ ત્રીજા વર્ષે સમગ્ર ભારતભરમાં સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ જિલ્લા આઇસીડીએસ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સમગ્ર જીલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે.

પોષણ માસ ઉજવણીમાં પાંચ જરૂરી વસ્તુઓ જેવી કે નાના બાળકો, કિશોરવયની દીકરીઓ, સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ મળે તે માટે આ પોષણ માસમાં પાંચ ઘટકો જેવા કે બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સેનિટેશન તથા પૌષ્ટિક આહારની બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
દસ્ક્રોઇ તાલુકાના દેત્રોજ અને વાંચ ગામે ‘’સહી પોષણ દેશ રોશન’’ ના ધ્યેય સાથે પોષણના ફાયદા વિશે જનજાગૃતિ લાવવા માટે આંગણવાડીની બહેનો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારી વચ્ચે આરોગ્યલક્ષી સંદેશો પહોંચાડવા પૌષ્ટિક ખોરાક, સેનિટેશન, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવી અને આંગણવાડીમાં આપવામાં આવતા પ્રીમિક્સ પેકેટમાંથી અવનવી વાનગીઓ બનાવીને તેના ગુણો વિશે લોકોને વિસ્તૃત માહિતી CDPO શ્રીમતી રાગિણીબેન અને મુખ્યસેવિકા હીનાબેન ઠાકરના દ્વારા આપવામાં આવી હતી. વિસરાતી જતી ૮૫ જેટલી વાનગીઓ આંગણવાડીની બહેનો અને હેલ્પર બહેનો દ્વારા બનાવવામાં આવી હતી

જેમાં કેક, થેપલા, હાંડવો બીટના રસગુલ્લા, સુખડી, સલાડનું ડેકોરેશન સાથે નિદર્શન કરવામાં આવ્યું હતુ. પૌષ્ટિક ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો, ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ જેવી કે પોષણ તોરણ, ફૂલદાની, લેટર બોક્સ વગેરે પણ બનાવવામાં આવ્યા હતા.

દેત્રોજ અને વાંચ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલે હાજર રહીને બહેનોને પોષણ વિશે સમજણ આપી હતી. મુખ્ય સેવિકા તારા બહેન, સરપંચશ્રી, તલાટીશ્રી, તથા પીએચસીના બહેનો હાજર રહ્યા હતા અને આંગણવાડીના કામગીરીને બિરદાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.