ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં ૬૦ ગુજરાતી ઉદ્યોગપતિઓ
અમદાવાદ: હુરન ઈન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૦માં ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે. ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સતત ૯મા વર્ષે સૌથી અમીર ભારતીય બન્યા છે. જેમની અંગત સંપત્તિ ૬,૫૮,૪૦૦ કરોડ રૂપિયા છે. મુંકેશ અંબાણી ગ્લોબલ રિચ લિસ્ટના લિસ્ટમાં ટોપ ૫માં સામેલ થનારા તેઓ એકમાત્ર ભારતીય અને ગુજરાતી છે.
પરંતુ ધનકુબેરોના આ લિસ્ટમાં સામેલ થનારા મુકેશ અંબાણી એકલા નથી, ૬૦ જેટલા ગુજરાતીઓએ આ લિસ્ટમાં સ્થાન મેળવીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ લિસ્ટ મુજબ ગુજરાતમાં ગુજરાતમાં ૪૯ લોકો એવા છે જેમની વેલ્થ ૧૦૦૦ કરોડથી વધુ છે. આ યાદીમાં ૧.૪૦ લાખ કરોડની વેલ્થ સાથે અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે
જયારે ૩૩,૮૦૦ કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ ૩૩,૭૦૦ કરોડ સાથે ત્રીજા ક્રમે છે. આ સાથે ગુજરાતી ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ જાહેર કરાયું છે, જેઓએ ડંકેથી ચોટ પર જઈને ગુજરાતનું નામ ગુંજતુ કર્યું છે. આઈઆઈએફએળ જે યાદી બહાર પાડી છે, તેમાં ભારતના ધનકુબેરો સામેલ કરાયો છે. આ લિસ્ટમાં ગુજરાતના ૪૯ ધનકુબેરો એવા છે જેમની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. જેમાં ટોપ પર ગૌતમ અદાણી છે. બીજા નંબરે કરસન પટેલ અને ત્રીજા નંબરે પંકજ પટેલ છે.
રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતના અમીરોની સંપત્તિમાં ૩%થી ૫૨% સુધીનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ એક વર્ષમાં રૂ. ૪૫,૭૦૦ કરોડનો વધારો થયો છે. પંકજ પટેલની વેલ્થ ૫૨% વધી છે. ટોરેન્ટ ફાર્માના સુધિર અને સમીર મહેતાની સંપત્તિમાં ૩૮%નો વધારો થયો છે.
લિસ્ટમાં આ વખતે નવા ઉદ્યોગપતિના નામ પણ સામેલ થયા છે. જેમાં ગુજરાતના ૧૨ નવા ઉદ્યોગપતિ સામેલ છે. લિસ્ટમાં જે નવા નામ ઉમેરાયા તેમાં એસ્ટ્રલ સ્ટેરિટેક દુષ્યંત પટેલ, કોરોના રેમેડીઝના ક્રિતીકુમાર મહેતા, પારસ ફાર્માના ગિરીશ પટેલ, તીર્થ એગ્રો ટેકનોલોજીના અશ્વિન ગોહેલ, રાજરત્ન મેટલના અરવિંદકુમાર સંઘવી સહિત બીજા પણ ગુજરાતી ઉદ્યોગપતિઓ સામેલ છે.