કોરોનાની મહામારીના પગલે નર્મદા પાર્ક બંધ પરંતુ જુગારધામ માટે ખુલ્લુ ?
પાર્કની અંદર રહેલા કન્ટેનરમાં જુગાર રમતા પાર્કના કોન્ટ્રાકટ સહિત છ જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર આવેલ નર્મદા પાર્કની અંદર રહેલ લોખંડના કન્ટેનરની અંદર જુગાર ચાલતો હોવાની બાતમીના પગલે ભરૂચ એલ.સી.બી પોલીસે રેડ પાડતા પાર્કના કોન્ટ્રેક્ટર સહિત અન્ય છ જુગારીઓ મળી સાત જુગારીઓને ૨.૪૮ લાખના મુદ્દામાલ સથે જુગારીઓને દબોચી લેતા ખળભરાટ મચી જવા પામ્યો છે.ત્યારે નર્મદા પાર્ક જીલ્લા વહીવટી તંત્રની અંદર માં આવતો હોય અને કોરોના ની મહામારી માં પાર્ક પણ બંધ હોવા છતાં જુગારધામ ચાલતુ હોવાના પગલે લોકોમાં અનેક કુતુહલ સર્જાઈ રહ્યું છે.
ભરૂચ એલ.સી.બી. પોલીસ ની ટીમ ગતરોજ રાત્રીના સમયે સી ડીવીઝન પોલીસ મથકની હદ માં પેટ્રોલીંગ માં હતી.આ દરમ્યાન મળેલી બાતમીના આધારે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ની પવિત્ર ભૂમિ ઉપર આવેલ નર્મદા પાર્કમાં લોખંડના કન્ટેનરમાં પત્તાપાનાથી રૂપિયા વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પોલીસે રેડ પાડતા પાર્ક ની અંદર રહેલા લોખંડના કન્ટેનરમાં જુગાર રમવા મશગુલ બનેલા લોકોના હોશ ઉડી ગયા હતા
અને કન્ટેનરનો દરવાજો પોલીસે ખોલતાની સાથે જ ચારેય તરફ લોખંડનું કન્ટેનર બંધ હોવાથી ભાગી પણ ન શકાય તેના પગલે કન્ટેનરમાં જુગાર રમી રહેલા પાર્ક ના કોન્ટ્રાકટર (૧) કીશનભાઈ વલ્લભભાઈ પટેલ રહે,મકાન નં.૪૪ જય વિશાલ સોસાયટી મઢુલી સર્કલ પાસે,દહેજ બાયપાસ રોડ,ભરૂચ. (૨) ફીરોજભાઈ અમીરભાઈ શેખ રહે,મારવાડી ટેકરો ધોળીકુઈ બજાર,ભરૂચ.
(૩) નીરંજનનાથ શંભુનાથ ખન્ના રહે, ૪૬૪/ઈ રેલ્વે કોલોની,સરદાર નગર સામે નવા યાર્ડ છાણી રોડ,વડોદરા. (૪) ઈશાકભાઈ મુસાભાઈ પટેલ રહે,ગામ જોલવા,મસ્જીદ ફળીયુ તા.વાગરા જી.ભરૂચ. (૫) મકબુલ ઉર્ફે જુબેર ગુલામ મહમંદ શેખ રહે,ન્યુ કસક,નવીનગરી,રોકડીયા હનુમાન મંદિર પાસે,ભરૂચ. (૬) કમલેશકુમાર શાંતીલાલ પટવા રહે, છાણી,જૈન મંદીર વાણીયાવાડ,વડોદરા.
(૭) યુનુસખાન અહેમદખાન પઠાણ રહે, કતોપોર બજાર,ભરૂચનાઓ ની ધરપકડ કરવા સાથે તેઓની અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા ૪૯,૩૦૦ તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૪,૦૮૦ મળી રોકડા રૂપીયા ૫૩,૩૮૦,૫ મોબાઈલ જેની કિમત રૂપિયા ૨૦,૫૦૦ તેમજ ૨ વાહનો ની કિમત રૂપિયા ૧,૭૫,૦૦૦ મળી કુલ ૨,૪૮,૮૮૦ ની કિંમત ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર આવેલા નર્મદા પાર્ક માંથી અગાઉ પણ વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી.જેના પગલે નર્મદા પાર્ક અસામાજીક તત્વો માટે અડિંગો બની ગયો હોય તેમ ચર્ચાઈ રહ્યું હતું અને હાલ આ જ નર્મદા પાર્ક માં રહેલ લોખંડના કન્ટેનર માંથી ઝડપાયેલા જુગારધામના પગલે નર્મદા પાર્ક જીલ્લા વહીવટી તંત્રની અંદર માં હોવા છતાં અને કોરોનાની મહામારીના પગલે પાર્ક બંધ હોવા છતાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે લોકોમાં કુતુહલ સર્જાઈ રહ્યું છે.
ત્યારે નર્મદા પાર્ક લોકોના હરવાફરવા માટે બંધ કરવામાં આવ્યું છે.તેમ છતાં જુગારધામ ચાલી રહ્યું છે અને હવે નર્મદા પાર્ક અસામાજીક તત્વો માટે અડીંગો બની ગયો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવે તે જરૂરી છે.