RTO કચેરી બહાર વાહન ચાલકોના મેળાવડાથી સંક્રમણ વધે તો નવાઈ નહિ
વાહન ચાલકોને મેમો આપવામાં આવતા આરટીઓ કચેરી બહાર લોકોના મેળાવડા જામતા સોશ્યલ ડીસન્ટન્સના ધજાગરા. :૯ તલુકાઓમાં દંડ ની ભરપાઈ કરવા સેન્ટરો શરૂ કરવા વાહન ચાલકોની માંગ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકોના ભંગ બદલ મેમો આપવામાં આવી રહ્યા છે.જેના પગલે દંડની રકમની ભરપાઈ કરવા આરટીઓ કચેરી ઉપર વાહન ચાલકોના મેળાવડા જામી રહ્યા છે.ત્યારે આરટીઓ કચેરીની બહાર જ વાહન ચાલકોના મેળાવડા થી કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહિ તો બીજી બાજુ કોરોના નો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર વડદલા ગામ પાસે જીલ્લા કક્ષાની આરટીઓ કચેરી આવેલી છે અને ભરૂચ જીલ્લાના ૯ તાલુકા ના વાહનોના રજીસ્ટ્રેશન તથા ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના આરટીઓને લગતા વિવિધ કામો માટે આવી રહ્યા છે.ત્યારે તાજેતર માં ચાલી રહેલી કોરોનાની મહામારી માં પણ ટ્રાફિકોના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સહિત ઓવરલોડેડ વાહન ચાલકોને પોલીસ દ્વારા આરટીઓ મેમો આપવામાં આવી રહ્યા છે.
તદ્દઉપરાંત શહેરી વિસ્તારો માં પણ ટ્રાફિકોના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ-મેમો ચલણ વાહન ચાલકોના ઘરે પહોંચાડવામાં આવતા વાહન ચાલકો દંડ ભરવા માટે આરટીઓ કચેરી ખાતે મેળાવડો જમાવી રહ્યા છે અને આરટીઓ કચેરીઓમાં ટોકન સિસ્ટમ હોવાના કારણે ટોકન મેળવવા માટે લાંબી કતારો જામી રહી છે.જેના પગલે કતારમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.
તો બીજી તરફ વાહન ચાલકો આરટીઓના ગેટ ની અંદર પ્રવેશ ન આપવામાં આવતા પોતાના વાહનો સાથે આરટીઓ કચેરીની બહાર વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે.જેના પગલે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા મેળાવડો જામતો જોવા મળી રહ્યો છે.
ત્યારે આરટીઓ કચેરી માં મેમોના દંડની ભરપાઈ માટે જેતે તાલુકા માં સેન્ટરોની સુવિધા ઉભી કરવામાં આવેતો આરટીઓ કચેરી ઉપર વાહન ચાલકોની અવરજવર અને મેળાવડા ઘટી શકે તેમ છે અને કોરોના નું સંક્રમણ પણ ધટી શકે તેમ છે નહીંતર કોરોના નું સંક્રમણ વઘે તો નવાઈ નહિ.તો બીજી તરફ જીલ્લા માંથી આવતા વાહન ચાલકો ની મોટી માત્રા માં અવરજવર થી કચેરીના અધિકારીઓ સહિત કર્મચારીઓને પણ કોરોના સંક્રમણ નો ભય સતાવી રહ્યો છે.