અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું ઈટાડી ગામ એક સપ્તાહ સ્વંયભુ લોકડાઊન પાળશે
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઈટાડી ગામે સ્વંયભુ લોકડાઊન પાળવાનો નિર્ણય કરી કોરોના મહામારીમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ રાજ્યમાં કોરોના મહામારી ચાલે છે ત્યારે ગ્રામિણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો પ્રભાવ વધ્યો છે
ત્યારે મોડાસા તાલુકાના ઈટાડી ગામના ગ્રામજનો અને ગ્રામપંચાયતે સામુહિક નિર્ણય કરી ૭’ઓક્ટોબર ૨૦૨૦.સુધી ગામમાં સવારે સાત કલાકથી અગીયાર કલાક સુધી આવશ્યક સેવાઓની દુકાનો જ ખુલ્લી રાખવા અને બાકીના સમયમાં સદંતર લોકડાઊન પાળવાનો આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે.
તથા ઈટાડી ગામમાં આવેલ સુપ્રસિધ્ધ અંંબે માતાજીના મંદિરે દર્શન પણ ગુરૂવારે પુનમ હોઈ બંધ રાખવામાં આવેલ છે. દિલીપ પુરોહિત બાયડ