Western Times News

Gujarati News

400 કિમીની રેન્જ ધરાવતા સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’નુ સફળ પરિક્ષણ

નવી દિલ્હી, ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના નવા વર્ઝનનુ આજે સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ છે.હવે બ્રહ્મોસ મિસાઈલ 400 કિલોમીટર સુધીના કોઈ પણ લક્ષ્યાંકનો સફાયો કરી શકશે. આ પરિક્ષણમાં મિસાઈલ તમામ માપદંડો પર ખરી ઉતરી હતી અને સફળતાપૂર્વક લક્ષ્ય વેધ કર્યો હતો.આ પહેલા ભારતની રિસર્ચ સંસ્થા ડીઆરડીઓ દ્વારા 2019ના સપ્ટેમ્બર મહિનામાં આ જ મિસાઈલના 290 કિલોમીટર સુધી માર કરવાની ક્ષમતા ધરાવતા વર્ઝનનુ પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.

આ ટેસ્ટ માટે મિસાઈલમાં ભારતમાં જ બનેલા બૂસ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.બ્રહ્મોસના વધારે રેન્જ ધરાવતા નવા વર્ઝનનુ આ બીજુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયાએ સંયુક્ત રીતે ડેવલપ કર્યુ છે.જે ભારતની નૌસેના અને વાયુસેનામાં પહેલેથી સામેલ છે.બ્રહમોસના લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતા પહેલા વર્ઝનનુ પરિક્ષણ 2017માં કરાયુ હતુ.તે વખતે બ્રહ્મોસે 490 કિલોમીટર દુરનુ લક્ષ્ય વિંધ્યુ હતુ. બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ હોવાના કારણે તેને ખીદવામાં ફિલિપાઈન્સ અને વિયેતનામ જેવા દેશોને પણ રસ પડ્યો છે.બ્રહ્મોસ દુનિયાનુ એક માત્ર ક્રુઝ મિસાઈલ છે જે સુપરસોનિક ઝડપથી લક્ષ્યાંક તરફ આગળ વધી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.