Western Times News

Gujarati News

શશિ થરૂર માહિતી અને ટેકનોલોજી પર સંસદની સ્થાયી સમિતિના પ્રમુખ બની રહેશે

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા શશિ થરૂર માહિતી અને ટેકનોલોજી પર બનેલ સંસદની સ્થાયી સમિતિના પ્રમુખ બની રહેશે જયારે તાજેતરમાં કૃષિ કાનુનોના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપનાર અકાલીદળના સાંસદ હરસિમરત કૌરા બાદલને વિદેશ મામલાની સંસદીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. હરસિમરતની પાર્ટી શિરોમણી અકાલી દળે પણ એનડીએથી ૨૨ વર્ષ જુનો સંબંધ તોડી નાખ્યો છે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાજયસભાના સભાપતિ એમ વૈકેયા નાયડુથી ચર્ચા વિચારણા કર્યા બાદ અનેક સંસદીય સમિતિઓની પુનર્ગઠનની જાહેરાત કરી લોકસભા સચિવાલય તરફથી જારી નવી યાદી અનુસાર થરૂર માહિતી ટેકનોલોજી પર બનેલ સમિતિના વડા બની રહેશે થરૂર અને આ સમિતિના એકસભ્ય અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેની વચ્ચે તે સમયે તનાવ થયો હતો જયારે થરૂરે જમ્મુ કાશ્મીરમાં ૪જી સેવાઓના નિલંબનની ટીકા કરી હતી અને ઉશ્કેરણીજનક મામલામાં સોશલ મીડિયા પ્લેટફોર્મનો દુરૂપયોગ કરવાને લઇ ફેસબુકને સમન મોકલ્યું હતું થરૂર ઉપરાંત કોંંગ્રેસ નેતાઓને પણ અન્ય સમિતિઓમાં જગ્યા આપવામાં આવી છે સંસદની સ્થાયી સમિતિઓના અધ્યક્ષોને યથાવત રાખવામાં આવ્યા છે સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષનો હોય છે તેમાં લોકસભાથછી ૨૧ અને રાજયસભામાંથી ૧૦ સભ્ય હોય છે.

યાદી અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શષર્મા ગૃહ મામલા પર બનેલ સંસદીય સમિતિના અધ્યક્ષ બની રહેશે જયારે એક અન્ય કોંગ્રેસી નેતા જયરામ રમેશને પણ પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી પર બનેલ સંસદીય સમિતિના પ્રમુખ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.

વાઇએસઆર કોંગ્રેસના વિજયસાઇ રેડ્ડીને વાણિજય મામલા પર બનેલ સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ પર બીજીવાર કાબેલકરવામાં આવ્યા છે જયારે સપાના રામગોપાલ યાદવ આરોગ્ય ટીઆરએસના કેશવરાવ ઉદ્યોગ,ટીએમસીના સુદીપ બંધોપાધ્યાય નાગરિક અને પુરવઠા મામલા તથા જાહેર વિતરણ અને બીજદના ભૃતહરિ મહતાબ શ્રમ મામલાની સ્થાયી સમિતિના પ્રમુખ રહેશે ડીએમકેના કનિમોઝી રસાયણ અને ખાતર પર બનેલી સમિતિના અધ્યક્ષ બની રહેશે અને જદયુના રાજીવ રંજન ઉર્જા પર બનેલ સમિતિના પ્રમુખ રહેશે આ ઉપરાંત બાકી સમિતિઓના અધ્યક્ષ મોટાભાગના ભાજપથી છે અને તેમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.