ડ્રગ કેસમાં દીપિકાના ૩ કો-સ્ટારને સમન્સ મળી શકે છે
બોલિવૂડમાં એક્ટ્રેસીસ બાદ હવે એક્ટર્સનો વારો આવી શકે છે, એનસીબીના રડાર પર કેટલાક એક્ટર હોવની વાત
મુંબઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલિવૂડમાં ડ્રગ નેક્સસની તપાસ કરી રહી છે. આ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી છે. અહેવાલ મુજબ તપાસ એજન્સી હવે ૩ સુપરસ્ટારને સમન્સ મોકલવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય કલાકારોએ દીપિકા સાથે કામ કર્યું છે. અહેવાલ મુજબ આ અભિનેતાઓના આરંભિક નામ એસ, આર અને એ છે. અહેવાલ છે કે ક્ષિતિજ પ્રસાદે પૂછપરછ દરમિયાન આ નામ આપ્યા છે. રિપોર્ટ અનુસાર, અભિનેતા એ પોતે ડ્રગ્સ લે છે અને અન્યને સપ્લાય કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે ક્રિકેટર સાથે પણ સંકળાયેલ છે. દરમિયાન એવા પણ સમાચાર મળ્યા છે કે એનસીબીએ ૩ શંકાસ્પદ કલાકારોના ફોન સર્વેલન્સ પર લીધા છે.
કેટલાક મજબૂત પુરાવા મળતા આ કલાકારોને પૂછપરછ માટે બોલાવી શકાય છે. અત્યાર સુધી ડ્રગના કેસમાં માત્ર અભિનેત્રીઓના નામ જ સામે આવ્યા છે. તેમજ દીપિકા પાદુકોણના ફોનનો ડેટા રિટ્રાઈવ કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. દીપિકા પાદુકોણની શનિવારે એનસીબી દ્વારા ૫ કલાકથી વધુ સમય પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સી દ્વારા તેનો ફોન પણ કબજે કરાયો હતો. આઈએએનએસના અહેવાલ મુજબ એનસીબી સૂત્રએ કહ્યું હતું કે દીપિકા, કરિશ્મા, રકુલ અને સિમોન ખંભાતાના ફોન ભારત પુરાવા અધિનિયમ હેઠળ જમા કરાવવામાં આવ્યા છે. તેમજ પૂછપરછ દરમિયાન દીપિકા, સારા અને શ્રદ્ધા ત્રણે સ્પષ્ટપણે કોઈપણ પ્રકારના ડ્રગ્સે તેમણે લીધા હોવાની ના પાડી હતી.SSS
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |