આસ્ટોડીયામાં વૃધ્ધાએ ગઠીયાને ઓટીપી નંબર ન આપ્યો છતાં રપ હજાર ઉપડી ગયા
વૃધ્ધાએ હવેલી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ કરી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સામાન્ય રીતે ગઠીયાઓ બેંકની માહીતી બાદ ઓટીપી નંબર મેળવીને બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હોય છે. જા કે શંકા જતાં ઓટીપી નંબર નહીં આપવા છતાં ઠગોએ રપ હજાર ઉસેડી લેવાની ફરીયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ અંગે હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરનાર વૃધ્ધા રઝીયા બેગમ ઈકબાલખાને જણાવ્યુ હતુ કે પોતે આસ્ટોડીયા ખાતે પતિ સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગાળે છે. તેમનું ખાતું આસ્ટોડીયા ચકલામાં આવેલી બ્રાંચમાં છે.
થોડા દિવસો અગાઉ તેમને અજાણી વ્યક્તિઅો ફોન કરી બેંકમાંથી બોલતા હોવાનું જણાવ્યુ હતુ અને તમારૂ ડેબીટ કાર્ડ બંધ થઈ ગયુ છે જે કાર્ડ ચાલુ કરવા માટે તમારી માહિતી આપો તેમ કહ્યા બાદ રઝીયાબેગમે પાસે તમનો ઓટીપી નંબર માંગ્યો હતો. જા કે શંકા જતાં તેમણે ઓટીપી નંબર આપ્યો નહોતો. અને ફોન મુકી દીધો હતો.
તેમ છતાં થોડીવારમાં તેમના ખાતામાંથી બે ટ્રાન્ઝેકશનમાં કુલ રપ હજારથી વધુ ઉપડી જવાના મેસેજ આવતા તે ગભરાઈ ગયા હતા. અને બેંકને જાણ કરી હતી.
બાદમાં પરિવારજનો સાથે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને પહોંચીને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. વૃધ્ધાની ફરિયાદના પગલે પોલિસ હરકતમાં આવી છે તથા સાઈબર ક્રાઈમની મદદથી આ ગુનાના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ હાથ ધરી છે.