MS ધોનીની કંપની પૌરાણિક વેબ સીરીઝ બનાવશે
નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કંપનીએ ધોની એન્ટરટેનમેન્ટ દ્વારા ગયા વર્ષે એક ડોકયુમેન્ટરી પ્રોડ્યુસ કરવામાં આવી અને મનોરંજન જગતમાં ધોનીની કંપનીએ શરૂઆત કરી, હવે તેમની કંપની એક પૌરાણિક વિજ્ઞાન આધારિત પૌરાણિક વેબ સિરીઝ બનાવવા જઈ રહી છે. તેમની કંપનીએ ગયા વર્ષે પોતાની પહેલી ડોકયુમેન્ટરી રોર ઓફ ધ લાયનનું નિર્માણ કર્યું હતું. આ ડોકયુમેન્ટરીને કબીર ખાને ડાયરેક્ટ કરી હતી. ધ રોર ઓફ ધ લાયનમાં ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ વિશે દર્શાવવામાં આવ્યું છે
જેમાં બે વર્ષના પ્રતિબંધ બાદ સીએસકેએ એન્ટ્રી કરી તેના પર ડોકયુમેન્ટરી બનાવવામાં આવી હતી. હવે ધોની એન્ટરટેનમેન્ટ એક એવી સીરીઝનું નિર્માણ કરવા જઈ રહી છે જેમાં એક લેખકના પુસ્તકનું રૂપાંતરણ કરવામાં આવ્યું છે. આ વિશે ક્રિકેટરની પત્ની સાક્ષી ધોનીએ કહ્યું કે આ સીરીઝ રોમાંચકારી સાહસિક છે. તેમણે કહ્યું કે પુસ્તક એક પૌરાણિક વિજ્ઞાન-ફાઈ છે જે એક રહસ્યમય અઘોરીની યાત્રાની શોધ કરે છે
જે એક એકાંત દ્વીપ પર હાઈ ટેક સુવિધા સાથે રહે છે. આ અઘોરીએ બતાવેલા રહસ્ય પ્રાચીન અને વર્તમાન પાઠ્યક્રમના વિશ્વાસોને બદલી શકે છે. સાક્ષીએ વધુમાં કહ્યું કે અમે તે સુનિશ્ચિત કરવા માંગીએ છે કે આપણે આ બ્રહ્માંડના બધા તત્વોને જોઈએ. અમારો પ્રયત્ન છે કે સીરીઝમાં જેટલું સંભવ હોય એટલું અમે દરેક ચરિત્ર અને કહાણીને સ્ક્રીન પર ઉતારી શકીએ. આ સિરીઝ માટે ટૂંક જ સમયમાં કાસ્ટને ફાઈનલ કરવામાં આવશે.