હાથરસ ગેંગ રેપ વીથ મર્ડરના પડઘા માલપુરમાં પડ્યા
વાલ્મિકી સંગઠને આપેલ બંધમાં માલપુર નગરમાં બજારો સજ્જડ બંધ રાખી,ન્યાયની માંગ
ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૪મી સપ્ટેમ્બરના રોજ ૪ નરાધમોના પાશવી બળાત્કાર અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી ૨૦ વર્ષીય દલિત યુવતી ૧૫ દિવસ જેટલો સમય મોત સામે ઝઝુમ્યા બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી.
નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી આ ઘટનામાં દલિત બળાત્કાર પીડિતા સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. યુવતીની જીભ કપાઇ ગઇ હતી.
તેના શરીરમાં સંખ્યાબંધ ફ્રેક્ચર હતાં અને આ ઘટના બાદ ગરદનમાં થયેલી ઇજાના કારણે લકવો મારી ગયો હતો.
આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે દેશની જનતા અને દલીત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
અરવલ્લી જીલ્લાના માલપુર નગરમાં વાલ્મિકી સંગઠને સમાજની દીકરી પર ગુજારવામાં આવેલ અત્યાચાર, રેપ વીથ મર્ડરના પગલે ન્યાયની માંગ સાથે બંધનું એલાન કરતા માલપુર નગરના તમામ નાના-મોટા ધંધા-રોજગાર બંધ રાખી વેપારીઓ અને નગરજનોએ સમર્થન આપ્યું હતું