પ્રાંતિજ વિવેકાનંદ શોપીંગ સેન્ટરમાં દબાણ દુર કરવામાં માટે 24 કલાક ની આપવામાં આવેલ નોટીસ ને 24 કલાક પૂર્ણ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ ખુદ નગરપાલિકાના શોપીંગ સેન્ટર માં નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા દુકાનો આગળ કરવામાં આવેલ દબાણો 24 કલાકમાં દબાણો દુર કરવાની કરવા માટે દુકાન માલિકો ને નોટીસ પાઠવવામાં આવી હતી
પણ નોટીસ પાઠવ્યા ને આજે 24 કલાક તો પુરા થયા અને સાત દિવસ થયાં છે ત્યારે હાલ તો નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દબાણ દુર ની નોટીસ પડાવીને ભુલી ગયા હોય તેવુ જણાઈ આવે છે
પ્રાંતિજ નગરપાલિકાના ખુદ ના શોપીંગ માં દુકાનો આગળ થયેલ ગેરકાયદેસર દબાણો નો ને લઈને પ્રાંતિજ નગરપાલિકાના માં અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી તો પણ નગરપાલિકા દ્વારા આજદીન દબાણ દુર કરવામાં આવ્યું નથી
તો નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા માટે પોલીસ પોટકસન સાથે જેસીબી મશીન મજુરો સાથે દબાણ દુર કરવામાટે ગયું હતું પણ જે તે સમયે દબાણ દુર કર્યા વગર ધોયા મોંઢે પરત ફર્યા હતાં
તો પ્રાંતિજ નગરપાલિકા ને ફરી સીએમ ઓફિસ માંથી દબાણ હટાવવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હાલતો ખાલી બતાવા પુરતુ માત્ર સ્વામિવેવેકાનંદ શોપીંગ ના જેતે દુકાન માલિકો ને નોટીસ આપી હોય
તેવું હાલતો સ્પસ્ટ જણાઇ આવે છે અને નોટીસ આપવાને 24 કલાકમાં દબાણો દુર કરવાનું વેપારીઓ જણાવીને ખુદ નગરપાલિકા હાલ તો નોટીસ આપ્યા ને પણ છ થી સાત દિવસ વિતી ગયા.
છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ જાણે નોટીસ આપવા પુરતું કે આપી ને ભુલી ગયા હોય તેવું હાલ તો સ્પસ્ટ પણે જણાઈ આવે છે
ત્યારે લોકો મા પાલિકા દ્વારા કાઇ રંધાયું હોય તેવી પણ ચર્ચાઓ એ જોર પકડયું છે