Western Times News

Gujarati News

રાજયમાં હથિયારોની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશથી ઝડપાયો

૧૦૦થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યાનું કબુલ્યુ : જામનગર એસઓજી અને એટીએસનું સંયુક્ત ઓપરેશન
(પ્રતિનિધિ) અમદાવાદ, જામનગરમાં ગત વર્ષે એક વ્યક્તિ પાસેથી ખંડણી વસુલવા ફાયરીંગ કરવા આવેલી ગેંગ ઝડપાઈ હતી

જેની પુછપરછમાં હથિયારો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા હોવાનું ખુલતા જામનગર એસઓજી તથા એટીએસએ ટીમ બનાવી હથિયારો પુરા પાડનાર શખ્સને ઝડપી લીધો છે.

આ અંગેની વિગત એવી છે કે વર્ષ ર૦૧૯માં જામનગરમાં રાજાણી પ્રોફેસર પાસેથી રૂપિયા ૧ કરોડની ખંડણી વસુલ કરવા અને એ માટે તેમને ડરાવવા માટે ફાયરીંગ કરવાનો કારસો જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રચ્યો હતો

જયેશે ફાયરીંગ કરવા માટે ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકને સુચના આપી હતી

આ ઘટનાની તપાસ ચલાવતા તેના છેડા મધ્યપ્રદેશના ધારના રહેવાસી બલવીરસિંહ ઉર્ફે બલ્લુ ઉર્ફે બલવંતસિંહ સુધી પહોચ્યા હતા તથા જયેશની ગેંગને હથિયારો પૂરા પાડનાર આરોપી તરીકે તેનું નામ સામે આવતા જામનગર એસઓજી તથા એટીએસ એ કેટલીક ટીમો બનાવી હતી

અને તક મળતાં જ બલવીરસિંહ અશોકસિંહ પટવાને તેના ઘરે મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં બલવીરે ૧૦૦થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યાનું કબુલ્યું હતું અને તેની સામે અમદાવાદ, રાજકોટ તથા મોરબી જીલ્લામાં ગુના નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.