Western Times News

Gujarati News

થલતેજમાં લૂંટની ઘટનાના આરોપીને સોલા પોલીસે ઝડપી લીધો

આર્થિક સંકડામણ ઉભી થતાં ક્રાઈમની વેબ સીરીઝ જાેઈ લુંટને અંજામ આપ્યાની આરોપીની કબૂલાત

(પ્રતિનિધિ) અમદાવાદ, થલતેજના સોમવિલા બંગ્લોઝમાં થયેલી લુંટનો ભેદ ઉકેલતા સોલા હાઈકોર્ટ પોલીસે એક યુવાનને ઝડપી લીધો છે જે લોકડાઉનને કારણે આર્થિક તંગી અનુભવતો હોઈ આ લુંટ કર્યાનું સામે આવ્યું છે

બીજી તરફ જે ઘરે લુંટ કરવાની હતી તે ભુલાઈ જતાં બીજા ઘરે પહોંચી ગયાનું તપાસમાં ખુલ્યું છે.

આ ઘટનાની વિગત એવી છે કે સોમવારે સાંજે થલતેજના સોમવીલા બંગ્લોઝમાં રહેતા ડો. પ્રવીણ દરજીના પુત્રને બાંધીને રૂપિયા પર હજારની મત્તાની લંુટ ચલાવવામાં આવી હતી

જે અંગે સોલા પોલીસે તુરંત તપાસ શરૂ કરતાં સીસીટીવીના કુટેજ મેળવ્યા હતા અને છેવટે પાલડી એનઆઈડીની પાછળ આવેલા મણીયાર હાઉસમાં રહેતા નિરવ સુરેશભાઈ પટેલને ઝડપી લીધો હતો.

પુછપરછમાં નિરવ અગાઉ ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને સામાન્ય જીવન જીવતો હતો જાેકે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણ અનુભવતા નિરવે છેવટે ગુનાહીત રસ્તો અપનાવી લુંટનો પ્લાન બનાવ્યો હતો

એ માટે તેણે ક્રાઈમની વેબ સીરીઝ જાેઈ હતી. બાદમાં થલતેજમાં રહેતા પોતાના કાકાને ટાર્ગેટ કર્યા હતા. લુંટ વખતે નિરવ પોલીસના હાથે ઝડપાઈ ન જાય એ માટે ૩ વખત કપડાં બદલ્ય હતા અને બાઈક પણ ચોરી કર્યાનું સામે આવ્યું હતું.

આ અંગે વાત કરતાં સોલા પી આઈ જાડેજાએ જણાવ્યું હતું કે નિરવ કેટલાક સમય અગાઉ તેના કાકાના ઘરે ગયો હતો

જયાં રૂપિયા ઘરે રહેતા હોવાની તેને જાણ હતી જાેકે લુંટ કરતી વખતે સોમવીલા બંગ્લોઝ ખાતે પહોચ્યા બાદ તે દુરના કાકાનું ઘર ભુલી જતાં અન્ય ઘરમાં ઘુસી ગયો હતો.

પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, એરપોંડ તથા એપલ વોચ સહીત પચાસ હજારનો મુદ્દામાલ પરત મેળવ્યા છે જયોર તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલુ હતું કે નહી તે દિશામાં તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.