પશ્ચિમ રેલ્વેની બે પેસેન્જર ટ્રેનોના કોચ કોમ્બિનેશનમાં ફેરફાર
અમદાવાદ, યાત્રીઓ ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે ની બે ટ્રેનોના કોચ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ ટ્રેનોના જનરેટર કાર કોચ ને જનરલ સેકન્ડ ક્લાસ કમ દિવ્યાંગ ફ્રેન્ડલી કોચ થી બદલવામાં આવશે. અમદાવાદ મંડળ ના મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 02915/02916 અમદાવાદ – દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સ્પેશ્યલ માં જનરલ સેકન્ડ કલાસ કમ દિવ્યાંગ ફ્રેન્ડલી કોચ જનરેટર કાર ની જગ્યાએ અમદાવાદ થી 05.10.2020 થી અને દિલ્હી થી 06.10.2020 થી લગાવવામાં આવશે.
ટ્રેન નંબર 02917/02918 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સ્પેશ્યલ માં જનરલ સેકન્ડ ક્લાસ કમ દિવ્યાંગ ફ્રેન્ડલી કોચ જનરેટર કાર ની બદલે અમદાવાદ થી 05.10.2020 થી અને હઝરત નિઝામુદ્દીન થી 06.10.2020 થી લગાવવામાં આવશે.