Western Times News

Gujarati News

સેવાલિયા પોલીસે નર્મદા કેનાલના સાયફન પાસેથી ડીઝલ ચોરી કરતી ગેંગના ચાર ઈસમોને ઝડપી લીધા

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ફતેસિંહ તથા ભરતભાઈ વિનોદભાઈ અને તેમની ટિમ આજે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી નં. GJ-07-DC-1174 કાંકણપુર ધરી તરફ થી થર્મલ બાજુ ડીઝલ ચોરીના કેરબા સાથે આવે છે તેથી અર્જુનસિંહ અને તેમની ટીમે પીપળીયા નર્મદા કેનાલના સાયફન પર  વોચ ગોઠવી હતી

તે દરમ્યાન બાતમીદાર ની બાતમીવાળી ઇકો કાર આવતા તેને રોકી ચેક કરતા તેમાં ચાર ઈસમો સવાર હતા ગાડીમાં રહેલા ચાર ઈસમોની પૂછપરછ કરતા જેઓનું નામ ગૌરાંગ પરમાર,  મહેશ ચૌહાણ,  પ્રકાશ પરમાર, તથા જીગ્નેશ પરમાર તમામ  રહેવાસી મેરાકુવા(ડેસર)ના હોવાનું જણાવ્યું હતું તેઓ પાસે ૫ નંગ કેરબામાં ૩૫ લીટર ડીઝલ કિં. રૂ. ૨૪૫૦/- ડીઝલ કાઢવાની પાઇપ અને ટાંકી ખોલવાનું પાનું નંગ ૧ હતા

આ ઈસમો પાસે બિલ માંગતા તેમની પાસે કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા ન હતા જેથી આ મુદ્દામાલ ચોરી કરી નહી તો છળકપટથી મેળવેલા હોવાનું જણાયુ હતું તેમના  અંગ ઝડતી માંથી ૪ નંગ મોબાઈલ કીં.રૂ ૫૨૦૦/- તથા જુદા જુદા દરની ચલણી નોટો કીં.રૂ ૧૪૦/- તથા ઇકો ગાડી કીં.રૂ ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૫૭,૭૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.