પ્રાંતિજ ના દલાની મુવાડી અને તાજપુર મુકામે વીજ સલામતી જાગૃત રથ દ્વારા ગ્રામજનો ને જગૃત કરવામાં આવ્યા
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકા ના દલાની મુવાડી અને તાજપુર મુકામે વીજ સલામતી જાગૃત રથ દ્વારા ગ્રામજનો ને વીજ સલામતી ને લઈને ગામજનો ને જાગૃત કરવામાં આવ્યા હતાં.યુજીવીસીએલ દ્વારા હાલ વીજ સલામતી માટે ના રથ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજે પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી તથા તાજપુર ખાતે યુજીવીસીએલ દ્વારા વીજ સલામતી ના ભાગે રૂપે રથ પર સલામતી ને લગતી વિવિધ સૂચનાઓ કવોટ કરવામાં આવેલ તેમજ સલામતી ને લગતી બાબતો માટે એક નાનકડી સ્કિટ પણ ગ્રામજનો સમક્ષ રજુઆત કરવામાં આવેલ અને જ્ઞાન ની સાથે ગમ્મત દ્વારા વડીલો તથા બાળકોને આનંદ આપ્યો હતો.
તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ગામના સંરપચો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિંમતનગર નાયબ ઇજનેર નિશાબેન પટેલ તથા પ્રાંતિજ વીજ કંપની ના એન્જીનીયર શૈલેષભાઈ યાદવ ગામજનો આગેવાનો , પ્રતિષ્ઠિતવ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા .