ગાંધી જયંતીના દિવસે કોંગ્રેસનો હલ્લાબોલ : ખેડુત બિલના વિરોધમાં અરવલ્લી જીલ્લાના તાલુકા મથકોએ કરેલ વિરોધ પ્રદર્શન
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.રાજકીય પાર્ટીઓ સતત સરકારી ગાઈડ લાઈનનું ઉલ્લઘન કરી રહી છે.થોડા દિવસો અગાઉ બી.જે.પી પ્રદેશ અધ્યક્ષના મોડાસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડ લાઈન કોરાણે મુકાણી હોવાની રજુઆત કરવા અને નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવાની રજુઆત જીલ્લા પ્રશાસન તંત્રને રજુઆત કરવા દોડી ગયેલા કોંગ્રેસના અગ્રણીઓએ જીલ્લાના તાલુકા મથકોએ ખેડૂત બીલના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજ્યું હતું.
કોંગ્રેસના મોડાસા અને માલપુર ખાતે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરનાર કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોએ પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં ભાન ભૂલ્યા હતા કેટલાક કાર્યકરો તો માસ્ક પણ ગળે લટકાવી જાણે કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ બિન્દાસ્ત વિરોધ પ્રદર્શનમાં જોતરાયા હતા.
ભારત દેશમાં ખેડૂતોના ઉદ્ધાર માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.આ બિલને કાળો કાયદો ગણાવી ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.રાજ્યમાં 26 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બરે અલગ વિરોધ પ્રદર્શન આપ્યા બાદ ગાંધી જયંતિએ અરવલ્લી જીલ્લાના મોડાસા,માલપુર સહીત અનેક જગ્યાએ કોંગ્રેસી અગ્રણીઓએ ખેડૂત બીલના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી રોડ પર બેસી જઈ ખેડૂત વિરોધી એ સરકાર નહિ ચલેગી ના સૂત્રોચ્ચાર કરી સતત વાહનોથી ધમધમતા ચાર રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો
કોંગ્રેસના હલ્લાબોલના પગલે ટાઉન પોલીસ તાબડતોડ દોડી આવી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરવામાં આવી હતી માલપુર મોડાસા-ગોધરા સ્ટેટ હાઈવે પર બેસી જઈ કૃષિ ખરડાનો વિરોધ નોંધાવી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં રાજ્ય સરકારે માસ્ક નહિ પહેરનારને એક હાજર રૂપિયાનો દંડ નક્કી કર્યો છે અને લોકોને મોટા પ્રમાણમાં દંડવામાં પણ આવી રહ્યા છે આ કાયદો ફક્ત સામાન્ય માણસ માટે જ બન્યો હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ અને વગદાર વ્યક્તિઓ સામે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ કાયદો પાંગળો બની જતો હોવાની બૂમો ઉઠી રહી છે.
લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી