Western Times News

Gujarati News

“મેં પોરબંદરમાં મર્ડર કર્યું છે, તમને પણ મારી નાંખીશ” ખોખરા એએસઆઈને ધમકી આપનાર વિરૂદ્ધ ફરીયાદ

(પ્રતિનિધિ)અમદાવાદ,  શહેરમાં દંડ ભરવા બાબતે અવારનવાર પોલીસ અને નાગરીકો વચ્ચે ચકમક ઝરે છે. ત્યારે ખોખરા વિસ્તારમાં માસ્ક વગર ઊભી રહેલી મહિલાનો મેમો ફાડવા જતાં તેમની સાથે રહેલાં બે પુરૂષોએ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરતાં પોલીસ ફરિયાદ થઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે ખોખરા પોલીસનાં એએસઆઈ સોમાભાઈ પીસીઆર વાન સાથે પસાર થતાં હતા ત્યારે સીટીએમ બ્રીજ આગળ એક મહિલા અને પુરૂષ ઉભાં હતાં. મહિલાએ માસ્ક પહેરેલું ન હોવાથી સોમાભાઈએ તેમને દંડ ભરી મેમો લેવા કહેતાં તેમણે પોતાની પાસે રૂપિયા ન હોવાનું કહી અન્ય વ્યક્તિને બોલાવ્યા હતાં. જેણે ત્યાં આવીને કેમ હેરાન કરો છો ? મેં પોરબંદરમાં મર્ડર કરેલું છે

તમને પણ જાનથી મારી નાંખીશ કહીને ધમકીઓ આપવા લાગતાં સોમાભાઈએ ફાલ્ગુની બહેન ઉમેશભાઈ ઝમરીયા, ઉમેશભાઈ ઝમરીયા (બંને રહે.દ્વારકાપુરી સોસાયટી, અમરાઈવાડી) તથા દિનેશભાઈ શિયાણી (ઓઢવ) વિરૂદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.