અનેક સ્થળે લોકો-વેપારી સંગઠનોનું સ્વંયભૂ લોકડાઉન
અમદાવાદ: કોરોના હોટસ્પોટ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દરરોજ કોરોનાના નવા કેસની સંખ્યા ૧૩૦૦થી ઉપર નોંધાઈ રહી છે. સંક્રમણની તીવ્રતા વધી જતાં રાજ્યના અનેક સ્થળો પર લોકો અને વેપારી સંગઠનો સ્વેચ્છિક લોકડાઉન પાળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ખેડબ્રહ્મા આઠ દિવસનું લોકડાઉન, સુરતના માંગરોળમાં Lockdown, ગોંડલમાં અડધા દિવસનું લોકડાઉન, રાજકોટમાં સોની બજારમાં લોકડાઉન અને દાણાપીઠમાં પણ લોકડાઉન જાહેર કરાયું હતું. જ્યારે અન્ય સ્થળોમાં અડધો કે એક-એક દિવસનું પૂરતું લોકડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોમાં રીતસરનો ડર ફેલાઈ ગયો છે.
જેથી કરીને લોકો રજાના દિવસણ ઘરમાં જ રહેવાનું પંસદ કરી રહ્યા છે, તેમજ કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમ છતાં રોજના ૧૩૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સંજોગોમાં લોકોએ સ્વેચ્છિક Lockdownનો ર્નિણય લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં લગભગ મોટાભાગના લોકો સહકાર આપી રહ્યા છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની અનલોકની છેલ્લી ગાઈડલાઈન મુજબ કોઈપણ સ્થાનિક તત્ર તેની જાતે લોકડાઉનનો ર્નિણય લઈ શકશે નહીં અને તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે.
જોકે રાજ્ય સરકાર જરૂરી હોય તો પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત ન કરી શકતી હોવાથી રાજ્યના અનેક સ્થળોએ લોકો અને વેપારીઓ સંગઠનો સ્વંયભૂ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પણ કોઈ વાંધો ઉઠાવી રહ્યું નથી. લોકોએ સ્વંયભૂ લોકડાઉનમાં અવરજવર પણ મર્યાદિત કરી દીધી છે. એટલું જ નહીં, સોસાયટી-ફ્લેટોમાં પણ બહારના લોકોને બરાબર ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.