Western Times News

Gujarati News

માતાના લીધે પુત્રને ઓનલાઈન ક્લાસમાં તકલીફ પડતા કાઢી મુકી

Files Photo

અમદાવાદ: માં એ માં બીજા બધા વગડાના વાઆ કહેવત ક્યાંક ભૂલાઈ રહી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જુહાપુરામાં પણ આવી એક ઘટના સામે આવી છે. એક વૃદ્ધ માતાને અનેક બીમારી હોવાથી તે મશીન દ્વારા નાસ લેતી હતી. તે સમયે તેનો પુત્રને ઓનલાઈન ક્લાસમાં સમસ્યા થતી હોવાથી તેણે માતાને નાસ બંધ કરવા માટે કહ્યું. માતાની બીમારીથી વધુ ગંભીર ઓનલાઈન કલાસ હોવાનું આ પુત્ર માટે હતું. જેને લઈને ઝગડો કરી માતાને ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું હતુ. લાચાર માતા બીજા પુત્ર સાથે રહેવા પણ જતી રહી, જોકે, સબક શીખવાડવા માતાએ જ પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જુહાપુરમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધા તેના એક પુત્ર સાથે રહેતા હતા. પણ છેલ્લા ૨૦ દિવસથી બીજા પુત્ર સાથે રહે છે.

વૃદ્ધાને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ એએમટીએસમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ ૨૦૦૮માં તેમનું મૃત્યુ થયું હતું. વૃદ્ધાને શ્વાસ લેવાની બીમારી, બ્લડપ્રેશર અને ઘૂંટણ ઘસાઈ ગયા હોવાની બીમારી છે. જેથી તેઓ સપ્ટેમ્બર માસમાં તેમના રૂમમાં નાસ લેતા હતા. મશીનથી નાસ લેતા હતા ત્યારે તેમનો પુત્ર આવ્યો અને કહ્યું કે, તેને મશીનના અવાજના કારણે ઓનલાઈન કલાસ લેવામાં તકલીફ પડે છે. જેથી તેની માતાએ કહ્યું કે, તેમને બીમારી છે એટલે નાસ લેવો જરૂરી છે.

આ બાબતને લઈને વૃદ્ધાના પુત્ર અને પુત્રવધૂએ ઝગડો શરૂ કર્યો હતો. અન્ય પરિવારજનો આવી જતા તેમની સાથે પણ ઝગડો કર્યો અને વૃદ્ધાને તેના આ પુત્રએ કહ્યું કે તું જતી રહે એ મિલકત મારી છે. ઘરમાં ચાલતું કામ પણ બંધ કરાવી પુત્રએ માતાને ઘરમાંથી નહિ નીકળે તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી. લાચાર વૃદ્ધા તેના બીજા પુત્ર સાથે રહેવા લાગી અને આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી આપતા હવે પોલીસે વૃદ્ધાના પુત્ર અને પુત્રવધૂ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.