નાસ્કોમ અને CBREએ ભારતની ડિસરપ્ટેક, 2019નાં વિજેતાઓની જાહેરાત કરી
- તમામ ક્ષેત્રોનાં દિગ્ગજોએ મૂલ્યાંકનનાં ત્રણ તબક્કાઓ પછી ટચવિઝાર્ડ ટેકનોલોજીસ, એક્સસિસ ટેકનોલોજીસ અને વીગોટ યુટિલિટી સોલ્યુશન્સને વિજેતા જાહેર કરી
- આ ચેલેન્જ ભારત માટે રિયલ એસ્ટેટ માટે શ્રેષ્ઠ ટેકનોલોજીઓને ઓળખવા, માર્ગદર્શન આપવા અને એને વિકસાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી
નવી દિલ્હી, ધ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (નાસ્કોમ) અને ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની CBRE સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડે આજે ભારતની ‘બિગેસ્ટ પ્રોપટેક ચેલેન્જ’ – ડિસરપ્ટેકનાં ટોચનાં 3 વિજેતાઓની જાહેરાત કરી હતી. આ ચેલેન્જની જાહેરાત મે, 2019માં નાસ્કોમ સાથે જોડાણમાં થઈ હતી, જેનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટેકનોલોજીની કામગીરીનું વિસ્તરણ કરકવાનો છે. સ્ટાર્ટ-અપ્સને ઓળખવા, માર્ગદર્શન આપવા અને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ ‘પ્રોપ્ટેક ચેલેન્જ’ ઉદ્યોગ માટે બેસ્ટ ટેકનોલોજી સોલ્યુશન્સ વિકસાવીને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રની કાયાપલટ કરવા ઇચ્છે છે.
CBRE ઇન્ડિયા દ્વારા વિકસાવેલી ડિસરપ્ટેક ચેલેન્જ માટેની એન્ટ્રીઓને ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી હતીઃ રિયલ એસ્ટેટ ફિન્ટેક; સસ્ટેઇનેબિલિટી; એજિલિટી એન્ડ એફિશિયન્સી તથા મેડ ફોર ઇન્ડિયા (ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા સોલ્યુશન્સ). ડિસરપ્ટેક 2019માં ભારતમાંથી સ્થાપિત અને વિકસતાં સ્ટાર્ટ-અપ્સની ભાગીદારી જોવા મળી હતી. સૌથી વધુ નોમિનેશન 44 ટકા દક્ષિણ ભારતમાંથી મળ્યાં હતાં અને ત્યારબાદ ઉત્તર ભારતમાંથી 25 ટકા નોમિનેશન મળ્યાં હતાં.
આ પહેલ પર નાસ્કોમનાં હેડ મેમ્બરશિપ શ્રીકાંત શ્રીનિવાસને કહ્યું હતું કે, “અમે આ પહેલને દેશમાં પ્રોપ્ટેક સ્ટાર્ટ-અપ્સ માટે સસ્ટેઇનેબલ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટેનાં આગળનાં પગલાં તરીકે જોઈએ છીએ. ભારતનું પ્રોપ્ટેક ક્ષેત્ર પ્રાથમિક તબક્કામાં હોવા છતાં કેટલાંક પરિબળો ધરાવે છે, જે દેશને દુનિયામાં પ્રોપ્ટેક સ્થાનોમાં ટોચનું સ્થાન આપવા તરફ દોરી રહ્યાં છે. એક અંદાજ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારત દુનિયામાં ત્રીજું સૌથી મોટું રિયલ એસ્ટટ બજાર બની જશે. સતત પ્રગતિ કરતાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ, રોકાણકારો અને સ્ટાર્ટ-અપ્સની કામગીરીનું હાર્દ ટેકનોલોજી બનવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે ભવિષ્ય રિયેલ એસ્ટેટમાં અત્યાધુનિક ટેકનોલોજીનાં સ્વીકાર સાથે માનવીય કુશળતાઓનો સમન્વય ધરાવશે, જે દેશમાં પ્રોપ્ટેકની વૃદ્ધિ માટે સતત સફળ સમન્વય ધરાવશે. અમે પ્રોપ્ટેક સ્ટાર્ટઅપ્સનો લાભ લેવા સતત કામ કરવા આતુર છીએ અને અમને આ સ્પેસમાં વધુને વધુ કંપનીઓ તેમનાં વ્યવસાયમાં પરિવર્તન લાવવા ટેકનોલોજીની સંભવિતતાનો હાંસલ કરવા જોડાશે એવી આશા છે.”
CBREનાં ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાનાં ચેરમેન અને સીઇઓ અંશુમાન મેગેઝિને કહ્યું હતું કે, “અમે ભારતમાં એવું પ્લેટફોર્મ બનાવવા ઇચ્છતાં હતાં, જે પ્રોપ્ટેકની તરફેણ કરતું હોય અને ધીમે ધીમે પણ તબક્કાવાર રીતે રિયલ્ટી સેક્ટરમાં ઉપભોક્તાઓ માટે ખરાં અર્થમાં આંતરરાષ્ટ્રીય અનુભવ ઊભો કરે. ડિસરપ્ટેક CBREનાં ટેક રિયલ એસ્ટેટ સેક્ટરનાં વિઝન પર ભાર મૂકે છે અને અહીં ઉલ્લેખ કરવો જરૂર છે કે, અમારાં જ્યુરી માટે વિજેતાઓનો નિર્ણય લેવો સરળ નહોતો, ખાસ કરીને નોમિનેશનની ગુણવત્તાને ધ્યાનમાં રાખતાં. CBRE ડિસરપ્ટેકનાં ત્રણ વિજેતાઓને અભિનંદન આપે છે અને તમામ સહભાગીઓ, નાસ્કોમ અને અમારાં કિંમતી જ્યુરીઓનો આભાર માને છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “હકીકતમાં યુનિયન બજેટ 2019-20 ભારતીય સ્ટાર્ટ-અપ્સ માટે સારાં સમાચારો લઈને આવ્યું છે. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવાની સાથે બજેટ ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સાને અતિ જરૂરી પ્રોત્સાહન આપે છે.”
ડિસરપ્ટેકમાં દેશભરની કંપનીઓની ભાગીદારી જોવા મળી હતી અને જ્યુરીએ ટોચની પસંદ કરેલી એન્ટ્રીઓમાં એક્સલસિસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, વીગોટ યુટિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, પેમિમ્પિન ટેકનોલોજી, ટ્રસ્ટમોર ટેકનોલોજીસ (પ્રાઇવેટ) લિમિટેડ, બિલ્ડસપ્લાય, અર્થ ડિઝાઇન બિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ટચવિઝાર્ડ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, પ્રોપર્ટી ક્રો સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, અગ્નિશુદ્ધિ, ઇન્દ્રિયન ડેટા એનાલીટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, સ્માર્ટર ધર્મ સસ્ટેઇનેબલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, યાર્ડસ્ક્વેયર પ્રોપર્ટી મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મેગ્નેટો ક્લીનટેક સામેલ છે.
ડિસરપ્ટેકની ત્રણ વિજેતાઓ ટચવિઝાર્ડ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (પ્રોપવીઆર), એક્સસિસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (ક્વિકસ્પેક) અને વીગોટ યુટિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (વેનએક્વા)નું સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હ તું, જેમાં XX, જ્યુરી, ઉદ્યોગનાં દિગ્ગજો અને CBREનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત હતાં.
આ ચેલેન્જ પર ટિપ્પણી કરતાં ફર્સ્ટ વિનર ટચવિઝાર્ડ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર અને સીઇઓ શ્રીનાથ કંડાલાએ કહ્યું હતું કે, “ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ પ્રોપ્ટેક ચેલેન્જમાં ફર્સ્ટ પોઝિશન મેળવવી રોમાંચક બાબત છે. અમે અમારાં આઇડિયા પર મહેનત કરી હતી અને અમને ખાતરી હતી કે, CBRE અને નાસ્કોમ અમને પાંખો આપશે. આ ચેલેન્જે અમને ઉદ્યોગનાં પ્રસિદ્ધ નિષ્ણાતો સામે અમારો વિચાર રજૂ કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા ઉપરાંત અમને સમાન વિચારસરણી ધરાવતાં લોકોનાં બહોળા સમુદાય સાથે જોડાણ કરવાની તક પણ આપી છે.”
આ પ્રસંગે સેકન્ડ વિનર એક્સલસિસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનાં સહસ્થાપક અજિત એલેઝાન્ડરે કહ્યું હતું કે, “નાસ્કોમ અને CBRE તેમનાં સંબંધિત ક્ષેત્રોમાં લીડર છે એટલે અમને તેમનું માર્ગદર્શન મળવાની તક મળશે એની અમને ખુશી છે. જ્યારે અમે અમારાં વિચારો માટે ઉદ્યોગને સજ્જ કરવા આતુર છે, ત્યારે અમારાં જોડાણ દરમિયાન આ બંને સંસ્થાઓ સાથે કામ કરવા આતુર છીએ.”
આ પ્રસંગે ત્રીજા વિનર વીગોટ યુટિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનાં સહ-સ્થાપક તથા ગ્રોથ એન્ડ સ્ટ્રેટેજીનાં ચીફ અભિલાષ હરિદાસે કહ્યું હતું કે, “અમે ઉત્સાહી લર્નર્સની ટીમ ધરાવીએ છીએ, જેઓ ટેકનોલોજી સંચાલિત સોલ્યુશન્સ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફરક લાવવા ઇચ્છીએ છીએ. નાસ્કોમ અને CBREની આગેવાનીમાં ડિસરપ્ટેક ભવિષ્યલક્ષી અને પ્રોમિસિંગ ચેલેન્જ છે, જે અમારા માટે ઉચિત લોંચપેડ છે. આજે ખરેખ અમારાં માટે મોટો
દિવસ છે.” ત્રણ વિજેતાઓને સમયગાળા દરમિયાન અન્ય તકો સાથે CBREનું માર્ગદર્શન મેળવવાની તક મળશે.
રિયલ એસ્ટેટ એકથી વધારે પાસાં સાથે સંકળાયેલો ઉદ્યોગ છે, જેની હાલની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે ટેકનોલોજી અને ઇનોવેશન ચાવીરૂપ છે. આ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ વિકાસ CBREની કલ્પનાઓને સાકાર કરવા માટેનો માર્ગ મોકળો કરશે, વિકસાવશે અને રિયલ એસ્ટેટમાં એને સ્થાપિત કરશે. ડિસરપ્ટેકનાં આગામી પગલાં સ્વરૂપે વિજેતા સ્ટાર્ટ-અપ્સની આ ટેકનોલોજીઓ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રને મજબૂત કરવા ઇનોવેશન સંચાલિત સોલ્યુશન્સ સાથે જરૂરી સપોર્ટ આપશે.