Western Times News

Gujarati News

મોડાસામાં વિશાળ કેન્ડલ માર્ચ : હાથરસ કાંડના આરોપીઓને ફાંસીના માંચડે લટકવો અને પીડીત પરિવારને ન્યાય આપોની માંગ 

મોડાસા શહેરના ચાર રસ્તા પર મોટી સંખ્યામાં અનુ.જાતી સમાજના અગ્રણીઓ,યુવાનો,મહિલાઓ અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર,પ્રદેશ મંત્રી જયદત્તસિંહ પુવાર,અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ અને અગમ ફાઉન્ડેશનની મહિલા સદસ્યો એકઠા થયા હતા. અને સૌએ સૂત્રોચ્ચાર કરી ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને દલિત સમાજની આ દીકરીને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તે માટે માંગણી કરી હતી. ઉપરાંત સૌએ ભેગા મળી કેન્ડલ માર્ચ કરી અને મૃતક ને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ગેંગરેપના આરોપીઓને નિર્ભયા કેસ જેવી ફાંસીની સજા થાય તેવી સર્વે એ માંગણી કરી હતી.

હાથરસ જિલ્લાના એક ગામમાં ૧૪ સપ્ટેમ્બરએ રોજ સવારે ૧૯ વર્ષીય યુવતી ગાય માટે ઘાસચારો લેવા બાજરાના ખેતરમાં ગઈ હતી ત્યારે  નરાધમોએ તેની ઉપર ગેંગ રેપ કર્યો હતો અને યુવતી પર જીવલેણ હુમલો કરતા યુવતી ૧૫ દિવસ જેટલો સમય મોત સામે ઝઝુમ્યા બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી.

નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે મોડાસા ચાર રસ્તા પર મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઇ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી અર્પી હતી ભાજપ સરકાર અને યોગી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આ જઘન્ય ગુન્હામાં સંકળાયેલ આરોપીઓન ઝડપથી ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.