બાયડ તાલુકાના સાઠંબા પોલીસે વજાવત સીમમાંથી ૨૮,૮૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો
અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને હેરાફેરી નાથવામાં મહદંશે સફળ રહ્યા છે બુટલેગરો અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઠાલવવા સતત નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે બીજીબાજુ અમદાવાદ, ખેડા,અરવલ્લી,સાબરકાંઠા, મહીસાગર ,ગાંધીનગર જીલ્લાના નાના-મોટા બુટલેગરો પોલીસ પકડથી બચવા ,બાઈક અને રીક્ષાનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહેતા અરવલ્લી પોલીસતંત્રના હાથે ઝડપાઈ રહ્યા છે આવો જ એક કીમિયો અજમાવી એક બુટલેગર વિદેશી દારૂ નો કોથળો પલ્સર બાઈક પર લઈને આવતા સાઠંબા પોલીસ ને જોઈને બાઈક મૂકી ભાગી ગયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ વજાવત ગામની સીમમાંથી વિદેશી દારૂ, બિયર સહિત રૂ.૨૮, ૮૦૦/-નો દારૂ સાઠંબા પોલીસે ઝડપી પાડયો હતો અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથકને અડીને મહીસાગર જીલ્લાની હદ આવેલ છે જેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો માટે સેફ પેસેજ છે. સાઠંબા પોલીસ સ્ટેશનમાં નવ નિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેકટર એન. સી. ચૌહાણની નિમણૂક પછી સાઠંબા પોલીસ હરકતમાં આવી છે.
સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઈ એન. સી.ચૌહાણ અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, એક કાળા કલરની બજાજ પલ્સર બાઇક સવાર વિરપુર બાજુથી આસપુર – વજાવત જેઠોલી બાજુ જવાનો છે. જેથી સાઠંબા પોલીસે વજાવત ગામની સીમમાં આસપુર તરફથી આવતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમીવાળો બાઈક સવાર પોલીસની નાકાબંધી જોઈ બાઈક મુકી નાસી ગયો હતો.
પોલીસે નંબર વગરની પલ્સર બાઇક પર મુકેલો કોથળો ખોલી જોતાં અંદરથી ભારતીય બનાવટની ઓફિસર ચોઈસ કાચની બોટલો નંગ. ૧૪૪ અને બિયરના પતરાના ટીન નંગ. ૭૨.મળી વિદેશી દારૂ તથા બિયરનાં ટીન કુલ નંગ. ૨૧૬.જેની કિંમત રૂપિયા ૨૮,૮૦૦/- તથા બજાજ પલ્સર બાઇક કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-કુલ રૂપિયા ૪૮,૮૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ વિદેશી દારૂની હેરાફેરી કરતા ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.સી.ચૌહાણ ચલાવી રહ્યા છે.