રામ મંદિર માટે ટ્રસ્ટમાં અત્યાર સુધી એક અબજથી વધુ રૂપિયા જમા
અયોધ્યા: રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલાના ચઢાવાની રકમથી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો કોષ સતત વધી રહ્યો છે ટ્રસ્ટના કોષમાં હાલ એક અબજથી વધુની રકમ રામ ભક્તોએ દાન કરી છે. તેની પુષ્ટી રામજન્મભૂમિ ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશકુમાર ગુપ્તાએ કરી છે. તેમણે કહ્યું કે સેંકડો શ્રધ્ધાળુઓ યથાશક્તિ રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યાં છે જયારે નાગપુરથી આવેલ આઠ રામભકતોએ અલગ અલગ ૧૧-૧૧ ચાંદીના સિક્કા દાનમાં આપ્યા છે. તેમણે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. જયારે કુશીનગરના સાંસદ વિજયકુમાર દ્વિવેદી અને ગો સેવા આયોદના ઉપાધ્યક્ષ અતુલસિંહે પણ ત્રણ કિલો ચાંદી ટ્રસ્ટને દાનમાં આપી છે.
વિહિપના કેન્દ્રીય માર્ગદર્શક મંડલની બેઠક ૧૧ નવેમ્બરે આયોજીત થનાર છે આ બેઠકમાં દેશભરના વિવિધ સંપ્રદાયોના ધર્માચાર્ય સામેલ થશે આ ધર્માચાર્ય રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલાના મંદિર નિર્માણ માટે સહયોગની રકમ એકત્રિત કરવા દેશના ચાર લાખ ગામોના ૧૧ કરોડ રામ ભકતો પરિવારોથી વ્યાપક સંપર્કનું અભિયાન ચલાવવાના નિર્ણય પર પોતાની મંજુરી આપશે જન સંપર્કનું આ અભિયાન મકરસંક્રાંતિથી શરૂ થઇ જશે
આ સંદર્ભમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી સહયોગ રકમ પ્રાપ્ત કરવા માટે કુપન અને પત્રક છપાવવામાં આવશે જેમાં રામજન્મભૂમિનો ટુંકો ઇતિહાસની સાથે રામ મંદિરના સંબંધમાં જરૂરી જાણકારી સામેલ હશે. કુપન અલગ અલગ ક્ષેત્રીય ભાષાઓમાં છપાવવામાં આવશે કહેવાય છે કેસહયોગ માટે છપાવવામાં આવનાર કુપન ૧૦ અને ૧૦૦ રૂપિયાની હશે જાે કોઇ વધુ રકમનું યોગદાન આપવા માંગે છે તો તેને ટ્રસ્ટની રસીદ આપવામાં આવશે