કૃષિ કાનુનોની વિરૂધ્ધ કોંગ્રેસ શાસિત રાજયો વિધેયક લાવશે
નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની સલાહ પર કામ કરતા કોંગ્રેસ શાસિત રાજય તાજેતરમાં લાગુ કાનુનોને રદ કરવા માટે વિધેયક રજુ કરવાની તૈયારીમાં છે.પાર્ટીના વરિષ્ઠ સુત્રોના જણાવ્યા અનુસાર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી)ના નેતૃત્વને રાજય સરકારોને મોડલ બિલનો મુસદ્દો મોકલ્યો છે જે એક વિશેષ સત્ર બોલાવી તેને વિધાનસભાઓમાં પસાર થવાની સંભાવના છે.
મુસદ્દા વિધેયકમાં પાર્ટી શાસિત રાજયોને નવા કૃષિ કાનુનની વિરૂધ્ધ અને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે કે કોઇ પણ કિસાનને તેની ઉપજ માટે ન્યુનતમ સમર્થન મૂલ્યથી ઓછું ન મળે આ વિધેયકનું નામ કિસાન અધિકાર અને વિશેષ સુરક્ષા જાેગવાઇ વિધેયક ૨૦૨૦ આપવામાં આવ્યું છે.
સુત્રો અનુસાર વિધેયકમાં રાજય સરકાર દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે રાજયમાં કૃષિ કાનુન કયારે લાગુ થશે તેમણે કહ્યું કે કોઇ પણ પ્રાઇવેટ એજન્સીને ન્યુનતમ સમર્થન મૂલ્યથી ઓછા પાક ખરીદવાની મંજુરી આપવામાં આવશે નહીં.
એવું લાગે છે કે આ વિધેયકને લાવી કોંગ્રેસ કિસાનોની સમસ્યાઓના સમાધાન માટે કોંગ્રેસના મોડેલને બતાવવાનો પ્રયાસ કરી રહી છે. સંસદના હાલના ચોમાસુ સત્રમાં બિલ હાલ કાનુનની વિરૂધ્ધ પાર્ટી સખ્ત વિરોધ કરી રહી છે.
પાર્ટીએ કાનુનોની વિરૂધ્ધ એક મોટા પાયા પર આંદોલન શરૂ કર્યું છે.રાહુલ ગાંધી પંજાબમાં ખેતી બચાવો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યાં છે જાે કોંગ્રેસ અન્ય બિન ભાજપી રાજયોને આ બિલને પસાર કરાવવા માટે મનાવવામાં સફળ રહે છે તો આ પાર્ટીની મોટી જીત હશે.
કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિરોધ પક્ષોએ વિધેયકનો વિરોધ કર્યો છે તેમણે કહ્યું કે સંસદમાં કૃષિ વિધેયકને રજુ કરતા પહેલા કેન્દ્ર સરકારે રાજય સરકારોથી સાથે ચર્ચા કરી નથી જાે કો કોંગ્રેસ પાર્ટીના આ પગલાથી ભારતીય લોકતંત્રની સંધીય માળખા પર ચર્ચાને પણ ધક્કો લાગશે કારણ કે આ પ્રકરણ કેન્દ્ર વિરૂધ્ધ રાજયનું પ્રતીત થાય છે.
ગત અઠવાડીયે સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજયોને બંધારણની કલમ ૨૫૪(૨) હેઠળ પોતાના રાજયોમાં કાનુન પસાર કરવાની સંભાવનાઓની માહિતી લગાવવાની સલાહ આપી હતી જે રાજય વિધાનસભાઓને એક કાનુન પસાર કરવાની મંજુરી આપે છે. સંસદમાં હાલમાં જ તે ત્રણ વિધેયકોને પસાર કરવામાં આવ્યા છે જેને ૨૭ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપ્યા બાદ પ્રભાવી થયા છે.HS