ગુરૂગ્રામમાં યુવતીથી સામૂહિક બળાત્કાર અને મારપીટ કરાઇ
ગુરૂગ્રામ, ગુરૂગ્રામ ડીએલએફ ૨ ખાતે એક પ્રોપર્ટી ડીલરના કાર્યાલયમાં પશ્ચિમ બંગાળની નિવાસી એક યુવતીની સાથે સામૂહિક બળાત્કાર અને મારપીટનો મામલો સામે આવ્યો છે પીડિતાને ગંભીર ઇજા પહોંચી છે અને તેને મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલામાં ચાર આરોપીઓની રાતે જ ધરપકડ કરી હતી પોલીસ હાલ આરોપીઓની પુછપરછ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર પીડિતા દિલ્હીના કાલકાજીમાં રહે છે તે ખુબ સમયથી પંકજ નામના યુવકને જાણતી હતી પંકજ તેને ડીએલએફ ૨ ખાતે એક પ્રોપર્ટી ડીલરના કાર્યલાયમાં મળવા માટે બોલાવી હતી. યુવતી આવ્યા બાદ તેણે પોતાના બે સાથીઓને સિકંદરપુર મેટ્રો સ્ટેશન મોકલ્યા યુવતી જયારે પહોંચી તો જાેયું કે ત્યાં પહેલા જ પંકજની સાથે એક અન્ય યુવક હાજર હતો. ચારેય તેની અશ્લીલ હરકતો કરવા લાગ્યા વિરોધ કરવા પર સામૂહિક દુષ્કર્મ કર્યું અને તેની પિટાઇ કરી ડીએલએફ ૨ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પહોંચ્યો હતો અને યુવતીની ફરિયાદ બાદ પંકજ ગોવિંદ અને રંજનને રાતમા ંજ અલગ અલગ જગ્યાઓથી ધરપકડ કરી આ ચારેય મૂળ બિહારના રહેવાસી છે અને ડિલીવરી બોયનું કામ કરે છે. પોલીસે પીડીતાને સેકટર ૧૦ હોસ્પિટલમાં લઇ ગઇ હતી અને ત્યારબાદ તેને મેદાંતા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અહીં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે અને તનાવ ઉભો થયો છે.HS