દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪ હજાર સંક્રમણના નવા કેસ
નવીદિલ્હી, કોરોના સંક્રમણ હજુ પણ દુનિયામાં ઝડપથી ભારતમાં જ ફેલાઇ રહ્યું છે જાે કે સારી વાત એ છે કે નવા સંક્રમણથી વધુ ઠીક થનારા લોકોની સંખ્યા વધી રહી છે દેશમાં ગત ૨૪ કલાકમાં ૭૪,૪૪૨ નવા કોરોના મામલા નોંધાયા છે જયારે ૭૬,૭૩૭ દર્દીઓ કોરોનાથી ઠીક થઇ ગયા છે જાે કે ૯૦૩ દર્દીઓના જીવ ચાલ્યા ગયા છે.
આરોગ્ય મંત્રાલયના નવા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોનાના સંક્રમિતોની સંખ્યા ૬૬ લાખ ૨૩ હજાર થઇ ગઇ છે તેમાંથી એક લાખ ૨ હજાર ૬૮૫ લોકોના મોત થયા છે એકિટવ કેસની સંખ્યા ઘટી ૯ લાખ ૩૪ હજાર થઇ ગઇ છે કુલ ૫૫ લાખ ૮૬ હજાર લોકો ઠીક થઇ ગયા છે સંક્રમણના એકિટવ કેસનાસંખ્યાની સરખામણીમાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા લગભગ છ ગણી વધારે છે.
આઇસીએમએરના જણાવ્યા અનુસાર ૪ ઓકટોબર સુધી કોરોના વાયરસના કુલ ૭ કરોડ ૯૯ લાખ સેંપલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૦ લાખ સેંપલની ટેસ્ટિંગ ગઇકાલે કરવામાં આવી પોઝિટીવ રેટ લગભગ સાત ટકા છે. રાહતની વાત છે કે મૃત્યુ દર અને એકિટવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાયો છે મૃત્યુ દર ઘટી ૧.૫૫ ટકા થઇ ગયો છે આ ઉપરાંત એકિટવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટી ૧૪ ટકા થઇ ગયો છે આ સાથે જ રિકવરી રેટ એટલે કે ઠીક થવાનો દર ૮૪ ટકા પર છે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
દેશમાં સૌથી વધુ એકિટવ કેસ મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રમાં સતત કોરોનાની સૌથી ખરાબ અસર સહન કરનાર રાજય છે અહીં અત્યાર સુધી ૧૪ લાખ મામલા દાખલ થયા છે ત્યારબાદ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક અને ઉત્તરપ્રદેશ છે આ પાંચ રાજયોમાં સૌથી વધુ એકિટવ કેસ છે. એકિટવ કેસ મામલામાં દુનિયામાં ભારત બીજા સ્થાને છે કોરોના સંક્રમિતની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનું બીજુ સૌથી પ્રભાવિત દેશ છે મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.HS