કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર અને તેમના ભાઇના ઘરે સીબીઆઇના દરોડા
બેંગ્લુરૂ, કેટલાક દિવસો પહેલા જ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનેલ ડી કે શિવકુમારના ઘર પર સીબીઆઇએ દરોડા પાડયા છે. તેમના ભાઇ ડી કે સુરેશના ઘરે પણ સીબીઆઇએ દરોડા પાડયા છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય એજન્સીના ઓછામાં ઓછા ૬૦ અધિકારીઓ દ્વારા ૧૫ સ્થાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એ યાદ રહે કે શિવકુમારને પોતાની પાર્ટીના સંકટમોચક પણ કહેવામાં આવે છે.
સીબીઆઇ દ્વારા દરોડા સવારે છ વાગે કનકપુરા નિર્વાચન વિસ્તારના ડોડુલ્લાહલ્લી ગામમાં આવેલ તેમના નિવાસેથી શરૂ કર્યા હતાં.જેનું પ્રતિનિધિત્વ રાજય વિધાનસભામાં શિવકુમાર કરે છે ડી કે સુરેશ બેંગ્લોર ગ્રામીણથી સાંસદ છે જે નિવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતાં તેમાંથી એક શિવકુમારના નજીકના ઇકબાલ કુરેશીનું છે.
સીબીઆઇએ કર્ણાટક સરકારના તે સમયના મંત્રી અને અન્ય લોકોની વિરૂધ્ધ ગેરકાયદેસર સંપત્તિ એકત્રિત કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે આજે ૧૫ જેટલા સ્થાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે કર્ણાટરમાં નવ દિલ્હીમાં ચાર મુંબઇમાં એક જગ્યાએ દરોડા પાડવાાં આવ્યા હતાં.
તાજેતરમાં જ ડી કે શિવકુમારે કહ્યું હતું કે તેમને એવી શંકા છે કે તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યાં છે તેમણે મામલાની તપાસની માંગ કરી હતી પરંતુ રાજયના ગૃહ મંત્રી વાસવરાજ બોમ્મઇએ શિવકુમારના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું કે ભારતની સરકાર એક જવાબદાર સરકારી છે તથા તે આવી કોઇ હરકત કરી શકે નહીં.HS