Western Times News

Gujarati News

ચારધામ યાત્રી પર તીર્થયાત્રીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે

દહેરાદુન, સરકારે ચાર ધામની યાત્રા કરનારા શ્રધ્ધાળુઓની સંખ્યા વધારી દીધી છે. ત્રણેય જીલ્લાના ડીએમના રિપોર્ટ અનુસાર દેવસ્થાનમ બોર્ડે આ નિર્ણય કર્યો છે અત્યાર સુધી બદરીનાથમાં રોજ ૧૨૦૦ કેદારનાથમાં ૮૦૦ ગંગોત્રીમાં ૬૦૦ અને યમુનોત્રીમાં ૪૫૦ શ્રધ્ધાળુઓના દર્શનની મંજુરી હતી ગત અઠવાડીયે ધામોમાં ઉમટેલી ભીડને ધ્યાનમાં રાખીને બોર્ડે શ્રઘ્ઘાળુઓની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે બોર્ડે ધામોમાં નક્કી સંખ્યાથી વધુ શ્રધ્ધાળુઓના પહોંચવાના કારણોની તપાસ કરાવી તો ખબર પડી કે બે અને ત્રણ ઓકટોબરની તારીખમાં દર્શન કરનારા લોકોએ ૧૦થી ૧૫ ઓકટોબરન પાસનો પ્રયોગ કરી લીધો.

તેના પર બોર્ડે નક્કી કર્યું કે પાસની તપાસ હરિદ્વાર,ઋષિકેશ મુનિકીરેતી ગૌચર સોનપ્રયાગમાં થશે આ દરમિયાન આગળની તારીખ વાળા પાસધારકોને ત્યાં જ રોકી દેવામાં આવશે બોર્ડના રવિનાથ રમને કહ્યું કે યાત્રીઓની સંખ્યા ધામોમાં આવાસ ભોજન શૌચાલય અને અન્ય જરૂરીયાતો સાથે જ સામાજિક અંતરના માનક અનુસાર નક્કી કરવામાં આવી છે.

હવે રોજ બદરીનાથમાં ૩૦૦૦,કેદારનાથ ૩૦૦૦૦, ગંગોત્રીમાં ૭૦૦૦ અને યમુનોત્રીમાં ૭૦૦૦ યાત્રીઓ જઇ શકશે કેદારનાથ ધામ આવનારા શ્રધ્ધાળુઓને સાંજે ત્રણ વાગ્યા બાદ સોનપ્રયાગથી આગળ પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં આવું રાતના સમયમાં ધામમાં સીમિત સંખ્યામાં જ શ્રધ્ધાળુઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

જીલાધિકારીઓનો રિપોર્ટ આવી ગયો છે રિપોર્ટના આધાર પર નવેસરથી શ્રધ્ધાળુઓના દર્શન કરવાની સંખ્યા વધારવામાં આવી છે સંખ્યા ધામોમાં આવાસ ભોજન શૌચાલય અને અન્ય જરૂરીયાતની સાથે સામાજિક અંતરના માનક અનુસાર નક્કી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.