સુરતમાં ચાલુ બસમાં બીઆરટીએસના ડ્રાઇવરને છાતીમાં દુખાવો થયો અને મૃત્યુ પામ્યો
સુરત: શહેરમાં બીઆરટીએસના ડ્રાઇવરનું ફરજ દરમિયાન નિધન થયું છે ડ્રાઇવર બસ હંકારી રહ્યો હતો તે દરમિયાન જ તેની તબિયત બગડી હતી આ અંગે પોતાને જાણ થતા તેણે મુસાફરો ભરેલી બસને બાજુમાં ઉભી રાખી દીધી હતી જે બાદમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું જાે કે ડ્રાઇવરનું મોત કયાં કારણે થયું છે તે પોસ્ટ મોર્ટમ બાદ જ સામે આવશે સદનસિબે ડ્રાઇવરની પોતાની સતર્કતાને કારણે મુસાફરોનો જીવ બચી ગયો હતો પરંતુ તેનો પોતાનો જીવ બચ્યો ન હતો.
મળતી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે બસ બાજુમાં ઉભી રાખીને મુસાફરોને ઉતરી જવા માટે કહ્યું હતું જે બાદમાં ડ્રાઇવર બસમાં જ ઉધી ગયો હતો આ દરમિયાન તેણે તેના સુપરવાઇઝરને જાણ કરી હતી જાે કે સુપરવાઇઝર ધટના સ્થળે પહોંચીને કંઇ મદદ કરે તે પહેલા જ ડ્રાઇવરનું નિધન થયું હતું.
સુત્રોએ કહ્યું કે અશોક કરસનભાઇ માઘડ ઉવ ૩૭ વેસુ ખાતેથી બીઆરટીએસ બસ ડેપો પાસેથી બસ લઇને નીકળ્યા હતાં અશોકભાઇ નંદિની ૩ એપાર્ટમેન્ટસામે રહે છે તેઓ મૂળ અમરેલીના ચકકરગઢના દેવળિયા ગામના વતની છે તેઓ બીઆરટીએસના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે તેઓ સોમેશ્વરાથી બીઆરટીએસ બસ લઇને નીકળ્યા હતાં અને અલથાણા ચાર રસ્તા તરફથી જતા હતાં ત્યારે વીઆઇપીરોડ શ્યામ મંદિર પાસે તેમની તબિયત ચાલુ બસમાં લથડી હતી.
તેમને પોતાની હાલત અંગે ખબર પડી ગઇ તો બસ ફટાફટ બાજુમાં રાખી દીધી જે બાદ તમામ મુસાફરોને ઉતરી જવાનું કહ્યું બાદમાં ડ્રાઇવરને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને તે બસમાં જ ઉધી ગયો આ દરમિયાન ૧૦૮ પણ પહોંચી હતી પરંતુ અશોકભાઇનું બસમાંજ નિધન થઇ ગયું હતું આ અંગેની જાણ થતા ખટોદરા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.