કંગના અને બીએમસી વિવાદ પર નિર્ણય સુરક્ષિત રખાયો

મુંબઇ, કંગના રનૌતના હિચાલ પ્રદેશથી મુંબઇ પહોંચતા પહેલા જ નવ સપ્ટેમ્બરે બીએમસીએ તેમના મુંબઇ ખાતે આવેલ ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણને લઇ તોડફોડ કરી હતી ત્યારબાદ આ મામલો સોશલ મીડિયા પર તો ખુબ ચર્ચામાં રહ્યો આ સાથે જ કંગનાએ પણ ન્યાય માટે કોર્ટમાં વિનંતી કરી હતી આવામાં હવે બોમ્બે હાઇકોર્ટે કંગના રનૌત અને બીએમસી વિવાદ પર પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે.
કોર્ટે આજે આ મામલામાં સુનાવણી કરી હતી જયાં ન્યાયાધીશે કહ્યું કે તે બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકયા છે તેમણે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવાની વાત કહી હવે કંગના અને બીએમસીમાં કોર્ટ કોની ભુલ છે અને કોણ સાચુ છે એ વાતનો નિર્ણય આવવા પર ખબર પડશે પરંતુ આ દરમિયાન કંગનાએ પોતાની ફિલ્મ થલાઇબીના શુટીંગ શરૂ કરી દીધુ છે.
એ યાદ રહે કે નવ સપ્ટેમ્બરે થયેલ તોડફોડ પહેલા બીએમસીએ કંગનાને ચોવીસ કલાકની અંદર બીજી નોટીસ મોકલી હતી ત્યારબાદ બીએમસીની એક ટીમ જેસીબી મશીન ક્રેન અને હથોડા લઇ પહોંચી ગઇ અને ઓફિસમાં તોડફોડ કરી હતી.HS
![]() |
![]() |