શિયાળામાં પણ મોરચો માંડવા ચીનની તમામ તૈયારી : અહેવાલ
નવી દિલ્હી: લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખામાં ગત ૬ મહિનાથી ચીન અને ભારતની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. ૧૨ ઓક્ટોબરે સાતમાં રાઉન્ડની વાત થઇ. પણ રિપોર્ટ મુજબ ચીને પોતાની શરતો વધારી છે. ભારત અને ચીનની વચ્ચે ગત ૬ મહિનાથી ગતિરોધ અને તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે અને સ્થિતિને પહેલા જેવી કરવા માટે અત્યાર સુધીમાં બંને દેશો અનેક વાર વાતચીત કરી ચૂક્યા છે. ૬ વાર આ મામલે બેઠક થઇ છે અને હવે ૧૨ ઓક્ટોબરે સાતમી વાર વાતચીતની તૈયારી ચાલી રહી છે. જો કે ચીન હજી પણ પોતાની શર્તો પણ ઊભો છે. ચીનની તરફથી તણાવ વધારવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ચીને સોલર અને ગેસ હીટેડ ટ્રુપ કંટેનર્સ અને સ્નો ટેંટ પણ લગાવ્યા છએ.
જેનાથી તે વાત પણ સ્પષ્ટ થઇ ગઇ છે કે તે શિળાયા સુધી અહીં રહી ગતિરોધ વધારવામાં જ રસ ધરાવે છે. રિપોર્ટ મુજબ ગતિરોધ કરતી જગ્યાઓ અને ત્યાંની પરિસ્થિતિ જાણકાર સરકારી અધિકારીઓએ જણાવ્યું કે પીએલએ શિયાળામાં પણ અહીં રહેવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે તેણે તેવા કંટેનર્સ લગાવ્યા છે જેમાં ચાર થી ૬ સૈનિકો રહી શકે. આ સાથે જ તેણે પોતાના બિમાર સૈનિકોની સારવાર માટે અહીં હોસ્પિટલ પણ સ્થાપિત કર્યા છે. બીજી તરફ ભારતીય પક્ષનું માનવું છે કે સીમા પર ડિસએંગજમેન્ટ અને ડી એસ્કેલેશન માટે અન્ય સૈન્ય અને કૂટનૈતિક વાતચીતની જરૂર છે. ત્યાં જ ચીની સેનાના કમાન્ડરો આ કહીને સ્થિતિને વધુ જટિલ બનાવી છે કે ચીની સેના દ્વારા સૉલ્ટ વોટર લેક અને ઉત્તરી તટ પર સ્થિત ફિંગર ફોર એરિયાથી પાછું જતું રહેશે પણ પહેલા ભારતીય સેના પેંગોંગ ત્સોથી દક્ષિણ તટ અને રેજાંગ લા રેચિન લાથી પીછેહટ કરે.
ચીની સેના પાસે ઉત્તરી તટ પર ભારતીય સેનિકોની યથાસ્થિતિમાં બદલાવ ઇચ્છે છે. અને તે ભારત પેંગોંગ ત્સો થી દક્ષિણ તટ પર પોતાની યથાસ્થિતિ પર અડગ છે. ચીનીઓનો આરોપ છે કે ભારતીય સેના તેમની સીમામાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સામે દરેક મોરચે હારનો સામનો કરી રહેલા ચીનને હવે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનેલી અટલ ટનલ ખટકી છે. આ ટનલ પર સવાલ ઉઠાવ્યા અને સાથે સાથે તેને બરબાદ કરી નાખવાની ધમકી પણ આપી દીધી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ચીની સેના ભારતની હાલમાં જ બનેલી અટલ ટનલને બરબાદ કરી નાખશે.
અખબારમાં આગળ કહેવાયું છે કે અટલ સુરંગનો યુદ્ધ સમયે કોઈ ફાયદો થશે નહીં. ચીનની સેના પાસે એવા સાધન છે, જેનાથી આ સુરંગને બેકાર કરી શકાશે. ભારતે સંયમ વર્તવું જોઈએ અને ઉશ્કેરણીથી બચવું જોઈએ. કારણ કે એવો કોઈ પણ રસ્તો નહીં બચે જે ભારતની રણનીતિક ક્ષમતાને વધારે. ચીન પોતાની હરકતોથી બહાર આવતું નથી. એક બાજુ સરહદ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની વાત કરે છે.